લુણાવાડા, મહીસાગર જિલ્લાના લુણાવાડા મુકામે આવેલ કાર્યપાલક ઇજનેર મકાન અને માર્ગ પંચાતના તાબા હેઠળની કચેરી નાયબ કાર્યપાલક ઇજનેરના નેજા હેઠળ તા.24/1/78 થી રોજમદાર તરીકે ફરજ બજાવતા રૂપાભાઈ હીરાભાઈ વણકરને તા.31/7/11 ના રોજ સરકારશ્રીના નિયત કરેલ નીતિ નિયમોને આધીન નિવૃત કરવામાં આવેલ નિવૃત્તિ સમયે તેઓને મળવાપાત્ર લાભો આપવામાં આવેલ ન હતા જે બાબતે અરજદારએ વારંવાર કચેરીના અધિકારીઓને નિવૃત્તિના રૂબરૂમાં વિનંતી કરેલ પરંતુ સરકારશ્રી તરફથી કોઈ યોગ્ય પ્રત્યુતર આપવામાં આવેલ ન હતો જેને લઇ અરજદાર રૂપાભાઈ હીરાભાઈએ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ. ભોઈનો સંપર્ક કરેલ અને વિગતવાર રજૂઆતો કરતા ફેડરેશન દ્વારા સેક્રેટરી શ્રી સ્ટેટ ઓફ ગુજરાત પંચાયત રૂલર એન્ડ હાઉસિંગ વિભાગ ગાંધીનગર તેમજ નાયબ નિયામક શ્રી પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ ગાંધીનગર કાર્યપાલક નાયબ કાર્યપાલક પંચાયતમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને અરજદારને નિવૃતિના લાભો આપવા માટે નોટિસ આપે પરંતુ તે બાબતે પણ યોગ્ય પ્રત્યુતર ન મળવાને કારણે ફેડરેશન મારફતે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ સી એ નંબર 11127/22 દાખલ કરેલ જે અરજી ચાલી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજદાર રૂપાભાઈને નિવૃત્તિ ની તારીખથી મળવા પાત્ર પેન્શન પેન્શન તફાવત રજાઓ બાકી નીકળતી ગ્રેજ્યુટી સહિતના લાભો આપવાનો આખરી આદેશ કરેલ જે સરકારશ્રીને મળતા તેઓ દ્વારા એસ સીએમાં થયેલ હુકમ પડકારવા હાઇકોર્ટ સમક્ષ એલપી1567/22 દાખલ કરેલ જે અરજી ચાલી જતા નામદાર ગુજરાત હાઇકોર્ટના અન્ય ન્યાયમૂર્તિ શ્રી એ જે દેસાઈ સાહેબ તથા નિશા એમ ઠાકોર સાહેબ દ્વારા સરકારની એલપીએ રદ કરેલી અને એસ સીએમાનો હુકમ યથાવત રાખેલ આમ નિવૃત્તિના 12 વર્ષ બાદ સરકાર દ્વારા અરજદાર રૂપાભાઈ હીરાભાઈ વણકરને પેન્શન પેન્શન તફાવત તેમજ મળવાપાત્ર તમામ હક કિસ્સાઓની ચુકવણી કરવામાં આવતા ગરીબ અને આદિવાસી વિસ્તારમાં વસતા અરજદાર અને અરજદારના પરિવારમાં અનેરો આનંદ છવાયો છે.