ગોધરા, ગુજરાત સરકાર દ્વારાઅમદાવાદ મુકામે આવેલ જીવીકે ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ દ્વારા 108 ઈમરજન્સી સેવામાં તારીખ 25/8/08 થી દાહોદ જીલ્લાના જુદા જુદા લોકેશન ઉપર ફરજ બજાવતા ભાટીયા નવીનચંદ્ર રમેશચંદ્રને સંસ્થાએ કોઈપણ જાતના વ્યાજની કારણો સિવાય 108 ઈમરજન્સી સેવા માંથી ગેરકાયદેસર નોકરી માંથી છુટા કરી દીધેલ છુટા કરતાં સમય તેઓને કોઈ નોટિસ પગાર બેકારી વળતર કે બચાવ પક્ષની તક આપ્યા સિવાય છુટા કરી દેતા તેઓને થયેલ અન્યાય બાબતે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ.ભોઈનો સંપર્ક કરી તેમને થયેલ અન્યાય બાબતે રજૂઆતો કરતા જે ધ્યાને લઈ ફેડરેશનના પ્રમુખ દ્વારા આઈ.ડી.એક્ટ કલમ10 (1) હેઠળ મદદનીશ શ્રમ આયુક્ત ગોધરા સમક્ષ ફરિયાદ દાખલ કરે જે કામે સુખદ સમાધાન ન થતા આ કામ નામદાર મજુર અદાલત ગોધરા સમક્ષ ન્યાય નિર્ણય માટે રેફરન્સ કરવામાં આવેલ જેનો કેસ નંબર 45/14 પડે જે કેસમાં અરજદારનું લેખિત નિવેદન ફાઈલ કરવામાં આવેલ તેનો જવાબ સંસ્થા તરફથી નકારાત્મક આપવામાં આવેલ સંસ્થાના જવાબને પડકારમાં ફેડરેશન દ્વારા અરજદારના માલિક અને કામદાર તરીકેના પ્રસ્થાપિત થતા જરૂરી દસ્તાવેજો આ કામે રજૂ કરે ત્યારબાદ આ કેસની કાનૂની કાર્યવાહી હાથ ધરાતા અરજદાર તરફે પેનલ એડવોકેટ સતિષ એ. ભોઈ તથા વૈભવ આઈ. ભોઈ હાજર રહી કે રજૂ કરવામાં આવેલ દસ્તાવેજો આધારિત જોરદાર દલીલો કરતા કેશમાં પડેલા પુરાવા આધારિત મજૂર અદાલત ગોધરાના પ્રમુખ અધિકારી હિતેશકુમાર એ. મકા દ્વારા હુકમ જારી કરતા જણાવ્યું છે કે, અરજદાર નવીનચંદ્ર આર ભાટીયાને નોકરી માંથી છૂટા કરવાનું પગલું ગેરવ્યાજબી ગેર કાનૂની ઠેરવી તેઓને નોકરીમાં પુન:સ્થાપિત કરવાનો આખરી આદેશ ફરમાવે છે. જે આદેશથી 108 ઈમરજન્સીમાં સેવા ફરજ બજાવતા આમ ડ્રાઇવર પાયલોટ તેમજ અન્ય કામદારોમાં આનંદની લાગણી પ્રસરી છે.