
નવીદિલ્હી,
ભાજપે આરોપ લગાવ્યો છે કે દિલ્હીના મેયર શૈલી ઓબેરોય નગર નિગમની બેઠકોમાં ગુંગી ગુડિયા(ડમી)ની જેમ બેસે છે અને નિગમ પ્રશાસન સંબંધી નિર્ણય લેવા માટે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા તેમને રિમોટથી સંચાલિત કરી રહ્યાં છે. ભાજપના વરિષ્ઠ નેતા અને દક્ષિણ દિલ્હીના પૂર્વ મેયર કમલજીત સહરાવતે ભાજપના દિલ્હી એકમના મુખ્ય કાર્યાલયમાં પત્રકારો સાથે વાતચીત કરતા આ આરોપ લગાવ્યો હતો.જો કે ઓબેરય કે આપ તરફથી તેમના આ આરોપ પર તાકિદે કોઇ પ્રતિક્રિયા આવી નથી.
સહરાવતે આરોપ લગાવ્યો કે ઓબેરોય ચુપચાપ બેસી રહે છે અથવા વિલંબથી પ્રતિક્રિયા આપે છે જેમ કે તેમને આતિશી જેવા આપ નેતાઓથી કંઇ નિર્દેશ મળી રહ્યો હોય ભાજપ નેતાઓ આરોપ લગાવ્યો કે આતિશી દુરથી બેસી ઓબેરોયના મોબાઇલ ફોન પર નિર્દેશ આપતા રહે છે.તેમણે કહ્યું કે ગૃહની બેઠકોમાં એ આશા કરવામાં આવે છે કે એક મેયર પોતાના વિવેકનો પ્રયોગ કરશે અને શહેરની ભલાઇ માટે તમામ કોર્પોરેટરોની સાથે મળી કામ કરશે.સહરાવતે કહ્યું કે આપ સરકારને દિલ્હી નગર નિગમ એમસીડીને તેમની સ્વાયત્તતા અનુસાર કાર્ય કરવા દેવું જોઇએ અને નિગમ પ્રશાસનને રિમોટથી સંચાલિત કરવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં.