મૈત્રી મંડળ ટ્રસ્ટ મુંબઈ-વડોદરા-આણંદના સહયોગથી ઘોઘંબા તાલુકાના શિક્ષક રાજેશકુમાર પટેલ દ્વારા લોકોને વિનામૂલ્યેસિકલ વિતરણ કરવામાં આવ્યું. જેમાં કાલોલ, ગોધરા, જાંબુઘોડા અને ઘોઘંબા તાલુકાના 06 દિવ્યાંગ લોકોને આજે વિના મૂલ્યે ટ્રાય સીકલ અર્પણ કરી હતી. જેમાં ઘોઘંબાના સરપંચ નિલેશભાઈ વરિયા, એપીએમસી ના વાઇસ ચેરમેન ડાહયાભાઈ સોલંકી, વિવિધ ગ્રામજનો તથા શિક્ષકો તથા સમાજસેવકો હાજર રહ્યા હતા. દિવ્યાંગનો ને જ્યારે પગ ન હોવાથી તકલીફ પડે છે. ત્યારે તેઓને અવર-જવર કરવામાં અને ચાલવામાં મુશ્કેલી અનુભવવાથી આ મુશ્કેલીને દૂર કરવા માટે મૈત્રી મંડળ ટ્રસ્ટના સહયોગથી પંચમહાલ જીલ્લામાં ઉત્તમ સેવાઓ કરવામાં આવી છે. ત્યારે સર્વે લાભાર્થીઓ પ્રશ્ર્નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.