મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં થઈ લાખો રૂપિયાની ચોરી

મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં ચોરી થતાં ખળભળાટ મચી ગયો છે. રૂપિયા ૩.૨૦ લાખના અનાજની ગોડાઉનના CCTV કેમેરા બંધ કરી ગુનો આચરવામાં આવ્યો હતો. આ મામલે ગોડાઉન મેનેજરે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર જીલ્લામાં મહુવા શહેરમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી ઘઉં, ચોખાના ૩૪૫૦ કિલો ગ્રામના ૬૯ કટા હતા, જેની કિંમત ૧,૩૫,૨૪૦ રૂપિયા છે. ઘઉં ૬૨૫૦ કિલો ગ્રામ ૧૨૦ કટા હતા. જેની કિંમત ૧,૭૧,૨૫૦ રૂપિયા છે. ખાલી બારદાન નંગ ૧૯૪ કિંમત ૧૩,૬૬૮ રૂપિયા છે. કુલ કિંમત રૂપિયા ૩ લાખ ૨૦ હજાર રૂપિયા છે. ચોરી તા ૮/૬/૨૦૪ રાત્રે ૮ કલાક થી તા ૯/૬/૨૦૨૪ બપોરના ૨ કલાક દરમિયાન થવા પામેલ છે.