મહુડીથી માનગઢ ધામ સુધીની જનજાગૃતિ પદયાત્રા યોજાઇ

ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલું માનગઢ ધામ આદિવાસીઓ માટે અનેકવિધ રીતે ઊભું થયેલું આસ્થાનું કેન્દ્ર છે. અત્યારે પગપાળા યાત્રાનો માહોલ છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝાલોદ ના મહુડી ગામના આયોજકો મારફતે ઝાલોદ તાલુકાના વિવિધ ગામોના આદિવાસી ભાવિક ભક્તો દ્વારા તેમના આધ્યાત્મિક આદર્શ એવા ગુરુ ગોવિંદ ધામ માનગઢની આદિવાસી સમાજ જનજાગૃતિ યાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

મહુડી ગામેથી શરૂ થયેલી આ પદ યાત્રા મહુડી થી નીકળી ઝાલોદ ઝાલા વસૈયા ચોક ખાતે આવી પહોંચી હતી ત્યાં ભીલ રાજા ઝાલા વસૈયા ના પ્રતિમાને મળ્યા અર્પણ કરવામાં આવી હતી અને ત્યાં સ્થાનિક ટીમ દ્વારા યાત્રા ને સ્વાગત કરી ચા નાસ્તા આયોજન કર્યુ ત્યાર બાદ આ યાત્રા ઝાલોદ બસસ્ટેન્ડ થી પસાર થઈ ફતેપુરા રૂટ પર આગળ વધી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવા અને વડીલો જોડાયા .

પદયાત્રામાં ગુરુ ગોવિંદની મહત્તા દર્શાવતી ઝાંખી અને જેના માટે ગુરુ ગોવિંદ આદિવાસીઓના ઉદ્ધારક ગણાય છે તે યાદ કરીને અહીંના ભીલ આદિવાસીઓના હિતમાં હોય તેવાં બેનર્સ સાથેના રથોનું પણ સુંદર આયોજન કરેલું હતું તે ઉડીને આંખે વળગી રહ્યું હતુંઆ પદ યાત્રાના પ્રસ્થાનથી જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો તેમજ તે જે રસ્તેથી પસાર થઈ ત્યારે વિવિધ જગ્યાએ ભવ્ય સામૈયું થઈ રહ્યું છે અને વધામણાં થઈ રહ્યાં છે ત્યારે આયોજકોની ખુશીમાં વધારો થયો હોવાનું મનાય છે.

વિવિધ જગ્યાએ દસ મિનિટ જેવું રોકાણ કરીને આયોજકો દ્વારા ગુરુ ગોવિંદ ની આદિવાસીઓ માટે અનેરી શ્રધ્ધાનું મહત્વ સમજાવતા જોવા મળ્યા અને ત્યાં એકત્રિત જન મેદની આ લ્હાવો માણી રહી હતી.આ પદયાત્રા તેના નિર્ધારિત માર્ગથી પસાર થઈ મધરાતે ફતેપુરા ના પીપલારા ખાતે પહોંચી હતી જ્યાં ફતેપુરાના આદિવાસી યુવાનો દ્વારા પદયાત્રીઓની રાત્રી રોકાણ તેમજ ભોજન ઇત્યાદિ નું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. અને ત્યાં વક્તાઓ એ ગુરુ ગોવિંદ ના વિચારો ને આદાન પ્રદાન સ્વરૂપે વક્તવ્ય આપવામાં આવ્યું ભજનકીર્તન કરી રાત્રી રોકાણ કરવામાં આવ્યું અને ત્યારબાદ સવારે ત્યાંથી માનગઢ ધામ તરફ આદિવાસી સમાજ ને જનજાગૃતિના રથો (ઝાંખીઓ) સાથે આગળ વધ્યા હતા.