
નડીયાદ,લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે જીલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જે અંતર્ગત મહુધા તાલુકાની ભાગવત વિદ્યાલય કપરૂપુર તથા પ્રાથમિક શાળા કપરૂપુરના સયુંકત ઉપક્રમે કપરૂપુર ગામમા શેરી અને ફળિયામાં મતદાન જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી હતી. જેમાં મતદાન માટેના સુત્રોચાર દ્વારા લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. જેમાં બન્ને શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ભાગ લીધો હતો.