એથિક્સ કમિટી આ નિર્ણય માટે 2005ના એક કેસનો હવાલો ટાંકી શકે છે. 2005માં લાંચ લેવાના કેસમાં, 11 સાંસદોની જરૂરી પુછપરછ કર્યા બાદ સસ્પેન્ડ કર્યા હતા. એથિક્સ કમિટીના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા, 2007માં સુપ્રીમ કોર્ટે સાંસદને ગેરલાયક ઠેરવવાના નિર્ણયને યથાવત રાખ્યો હતો.
રૂપિયા લઈને લોકસભામં પ્રશ્ન પુછવા માટેના આક્ષેપની તપાસ કરનાર લોકસભાની એથિક્સ કમિટીની આવતીકાલે 7મી નવેમ્બરે બેઠક યોજાશે. રૂપિયા લઈને પ્રશ્ન પુછવા અંગેના આક્ષેપ સંદર્ભે તપાસ કરનાર એથિક્સ કમિટી સમક્ષ મહુઆ મોઈત્રા ગત 2 નવેમ્બરે હાજર થઈ હતી. જેની એથિક્સ કમિટીએ જરૂરી પુછપરછ કરવામાં આવી હતી, ત્યાર બાદ આવતીકાલ 7મી નવેમ્બરે યોજાનાર બેઠકમાં ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રાનું સાસદપદ રદ થઈ શકે છે તેમ અધિકારીક સૂત્રોએ જણાવ્યું છે.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ, ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રા ઉપર રૂપિયા લઈને સંસદમા પ્રશ્ન પુછવામાં આવી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે આ અંગે સાંસદને પ્રશ્ન પુછવા માટે મળતા લોગઈન અને પાસવર્ડ અન્ય કોઈને આપી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સંદર્ભે નિશિકાંત દુબેએ, કેટલાક દસ્તાવેજી પુરાવાઓ સાથે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવને ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે પત્ર લખ્યો હતો. આ પત્રમાં દુબેએ એવી પણ ઘટસ્ફોટ કર્યો હતો કે, મહુઆ મોઈત્રાના લોગઈનથી પુછાયેલા કેટલાક પ્રશ્નો એવા સ્થળેથી પુછવામાં આવ્યા હતા. જ્યા સાંસદ મહુઆ હાજર જ નહોતા.
આ ઘટના બાદ, લોકસભાની એથિક્સ કમિટીએ, ગત 2 નવેમ્બરના રોજ ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાને જરૂરી પુછપરછ માટે બોલાવ્યા હતા. આ બેઠકમાં મહુઆ મોઈત્રાની પુછપરછ બાદ, તૈયાર કરાયેલા અહેવાલ અંગે એથિક્સ કમિટીએ આવતીકાલ 7મી નવેમ્બરના રોજ બેઠક યોજાશે. એથિક્સ કમિટી સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે, એથિક્સ કમિટી મહુઆ મોઈત્રા સામે કડક કાર્યવાહી કરી શકે છે.મહુઆને સાંસદ તરીકેના બાકી રહેલ સમયગાળા માટે અયોગ્ય જાહેર કરી શકે છે.
એથિક્સ કમિટી આ નિર્ણય માટે 2005ના એક કેસનો હવાલો ટાંકી શકે છે. 2005માં લાંચ લેવાના કેસમાં, 11 સાંસદોની જરૂરી પુછપરછ કર્યા બાદ સસ્પેન્ડ કર્યા હતા. એથિક્સ કમિટીના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતા, 2007માં સુપ્રીમ કોર્ટે સાંસદને ગેરલાયક ઠેરવવાના નિર્ણયને યથાવત રાખ્યો હતો.
રૂપિયા લઈને પ્રશ્ન પુછવાના કેસમાં ગત 2 નવેમ્બરના રોજ એથિક્સ કમિટી સમક્ષ પુછપરછ માટે હાજર થયા બાદ, ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રાએ એથિક્સ કમિટી પર આક્ષેપ કર્યો હતો. મહુઆએ કહ્યું હતું કે, તેને અનૈતિક અને બિનજરૂરી પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેણીએ લખ્યું છે કે, ભાજપ મારી સામે કેસ કરવાની તૈયારી કરી રહ્યું છે.