મહીસાગર જિલ્લામાં બાલાસિનોર,નવચેતન હાઇસ્કુલ, ઓથવાડ ખાતે મતદાન જાગૃતિ રેલી યોજાઇ

મહીસાગર,

વિધાનસભાની સામાન્ય ચુંટણી-2022 માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લાની શાળાઓ ખાતે વિધાર્થીઓ અને શાળા પરિવારના સફળ સંકલન દ્વારા અવનવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.

જેમાં તાજેતરમાં અવસર લોકશાહીનો કેમ્પેઇન અંતર્ગત બાલાસિનોર તાલુકાના નવચેતન હાઇસ્કુલ ઓથવાડ ખાતે મતદાર જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ, જેમાં સ્કુલના બાળકો અને શિક્ષકોએ ઉત્સાહભર ભાગ લીધો. કડાણા તાલુકાની એચ.એચ.શેઠ.હાઇસ્કુલ, માલવણ ખાતે બાળકો દ્વારા મતદાન માટે લોક જાગૃતી અંગે નાટ્યસ્પર્ધાનું આયોજન કરાયું, જેમાં તેમણે નાટયકલા દ્વારા લોકશાહીના આ મહાપર્વમાં એક એક મતની કિંમત સમજાય તે અંગે લેખન અને અભિનયના અદભુત સમન્વય સ્વરૂપ નાટક રજુ કર્યા.

જેમાં મહત્તમ લોકોએ ભાગ લઇ રેલી સહિત વિવિધ પ્રવૃતિને સફળ બનાવી હતી. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર મહીસાગર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.