મહીસાગર જિલ્લાની ત્રણ બેઠક પર ચૂંટણી ચિત્ર પસ્ટ કુલ 22 ઉમેદવાર મેદાને

લુણાવાડા,

મહીસાગર જિલ્લામાં આવતી ત્રણ વિધાનસભા બેઠક માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. મહીસાગર જિલ્લાની ત્રણ બેઠકો મળી કુલ 8.14 લાખ મતદારો મત આપવાના છે ત્યારે આ મતદારો આગામી 5 વર્ષ માટે પોતાના ધારાસભ્ય પદના ઉમેદવારને ચૂંટી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ઘડવામાં આવેલા કાર્યક્રમ મુજબ કુલ 17 ડિસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરવા મુદત આપવામાં આવી હતી. આ મુદત દરમિયાન પક્ષ-અપક્ષ સહિત ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પૈકી ચકાસણી દરમિયાન ડમી ઉમેદવાર તેમજ ભૂલ ભરેલા ફોર્મ રદ થાય હતા. ત્યાર બાદ સોમવારે સુધીમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ત્રણેય બેઠક પર ફોર્મ પરત ખેંચવામાં આવ્યા બાદ બેઠક મુજબ જોઈએ તો લુણાવાડા બેઠકમાં 8 ફોર્મ પરત ખેચાયા હતા તો સંતરામપુર બેઠક માંથી 6 અને બાલાસિનોર 8 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લાની ત્રણેય બેઠક માટે હવે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ત્રણે બેઠક માટે હવે 22 દાવેદારો મેદાનમાં રહ્યા છે , જેમાં ભાજપ , કોંગ્રેસ , આમ આદમી પાર્ટી તેમજ બસપા અને અપક્ષ ઉમેદવારો વચ્ચે સીધો જંગ છેડાશે. ત્યારે લુણાવાડા બેઠક પર 2017 માં અપક્ષે વિજેતા મેળવી હતી જેથી આ વખતે પક્ષના મજબૂત ઉમેદવારોને લઈ ચર્ચાનો વિષય બન્યો હતો.

બોક્ષ:- મહીસાગર જિલ્લાની ત્રણેય વિધાનસભાના બેઠક પરથી કુલ 22 ઉમેદવારો ફાઈનલ થયા
લુણાવાડા વિધાનસભા 122
1.ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણ. કોંગ્રેસ
2.મકવાણા રમેશભાઇ સુંદરભાઇ (બહુજન સમાજ પાર્ટી)
3.સેવક જીગ્નેશકુમાર અંબાલાલ .ભારતીય જનતા પાર્ટી
4.નટ પાર્વતીબેન પ્રભાતભાઇ (અપક્ષ)
5.નટવરસિંહ મોતીસિંહ સોલંકી (આમ આદમી પાર્ટી.)
6.ખાંટ શનભાઇ મોતીભાઇ (અપક્ષ)
7.જયપ્રકાશ પુરૂષોત્તમભાઇ પટેલ (જે.પી.) અપક્ષ ડોલ
8.પુષ્પા વિક્રમસિંહ માલીવાડ (ડામોર) અપક્ષ

  • સંતરામપૂર વિધાનસભા. 123

1.ર્ડા. કુબેરભાઇ મનસુખભાઇ ડીંડોર(ભારતીય જનતા પાર્ટી)
2.ગેંદાલભાઇ મોતીભાઇ ડામોર (કોંગ્રેસ)
3.પર્વતભાઇ અખમાભાઇ વાગડીયા(આમ આદમી પાર્ટી)
4.પ્રભુભાઇ જગજીવન ગણાસવા (અપક્ષ)
5.રમણભાઇ પુંજાભાઇ ખાંટ (અપક્ષ)
6.બાબુભાઈ હીરાભાઈ ડામોર (અપક્ષ)

*બાલસીનોર. વિધાનસભ 121
1.અજીતસિંહ પર્વતસિંહ ચૌહાણ. કોંગ્રેસ
2.માનસિંહ કોહ્યાભાઇ ચૌહાણ(ભારતીય જનતા પાર્ટી)
3.ખાંટ અશ્વિનભાઇ રમણભાઇ અપક્ષ
4.ચૌહાણ ઉદેસિંહ રાયજીભાઇ.( આમ આદમી પાર્ટી)
5.મગનસિંહ ભ્રમસિંહ પરમાર( અપક્ષ)
6.કીરીટસીહ પ્રભાતસીહ ઝાલા (અપક્ષ)
7.ચન્દ્રસિંહ ફતેસિંહ ઝાલા (અપક્ષ)
8.નટવરસિંહ ફુલસિંહ ચાવડા (અપક્ષ)