મહીસાગરના ખાનપુર વિસ્તારના વાઘ હોવાનો વીડિયો વાયરલ થતા લોકોમાં ડરનો માહોલ : જંગલમાં પશુનું મારણ

  • મહીસાગરમાં વાઘ દેખાયો
  • લટાર મારતો વાઘ કેમેરામાં કેદ
  • સ્થાનિકોમાં ભયનો માહોલ

મહીસાગર જિલ્લામાં ફરી એકવાર વાઘ દેખાયો હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની છે. વાઘે ખાનપુરના જંગલમાં પાલતુ પશુઓનું મારણ કર્યું હોવાની વાતો વહેતી થઈ છે.  જંગલમાં પશુ મારણથી સ્થાનિક રહીશો સતત ચિંતિત છે. લોકો વાડીએ અને ખેતરોમાં જવા ડરી રહ્યા છે. વાઘ આવ્યો વાઘ આવ્યો તેવો માહોલ ઊભો થયો છે.ગામ લોકો અને પ્રત્યક્ષદર્શીઓ વાઘ હોવાનો ખુલાસો કરી રહ્યા છે. પણ હજુ સુધી ખાનપુર વિસ્તારમાંવાઘ હોવાની  વન વિભાગ દ્વારા સ્પષ્ટતા  નથી કરાઈ નથી. અગાઉ પણ મહીસાગર જિલ્લામાં વાઘ  જોવા મળ્યો હતો. વાઘનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.