
મહીસાગર, જાહેર જનતાના પ્રશ્ર્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેઓના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાયેલ સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ થઈ ગયા છે. આ 20 વર્ષમાં અસંખ્ય લોકોએ સ્વાગત કાર્યક્રમ થકી પોતાની મુશ્કેલીઓનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ મેળવ્યું છે. મહીસાગર જીલ્લાના કલેકટર કચેરી મિટિંગ હોલ ખાતે ખાતે કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જીલ્લા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં આજરોજ કુલ 17 જેટલી અરજીઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે.આ તમામ ફરીયાદોના અરજદારઓને સંબધિત વિભાગના અધિકારીઓની હાજરીમાં જીલ્લા કલેક્ટર દ્વારા સાંભળવામાં આવી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, અધિક નિવાસી કલેકટર સી વી લટા ,અરજદારો સહિત તમામ જીલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.