સંતરામપુર,મહિસાગર જીલ્લા માંથી જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તાલુકાના લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવેલું હતું. પરંતુ કીટ વિતરણ એજન્સી દ્વારા પોતાના વતનમાં કરવામાં આવ્યો. લાભાર્થીઓને મુશ્કેલી પડી મહીસાગર જીલ્લાના સંતરામપુર, કડાણા, ખાનપુર, વિરપુર તમામ તાલુકાના લાભાર્થીઓને છેલ્લા ત્રણ દિવસથી ફોન કરીને કીટનું વિતરણ કરવા માટે ખોડીયાર નામની એજન્સી કોઠંબા પાલ્લા ગામ પોતાના વતનમાં બોલાવતા હતા. હાથ-લારી, સિલાઈ મશીન વિવિધ પ્રકારની રોજગારી માટે આ કીટોનું વિતરણ કરવામાં આવેલું હતું. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ છેલ્લા ત્રણ દિવસથી પોતાના સહકાર કે ભાડું ખર્ચીને લાભાર્થી પોતાનો સામાન લેવા માટે પંદર સો બે હજાર રૂપિયા ભાડું ખર્ચીને લેવા જવા મજૂર બન્યા હતા. ખરેખર ટેન્ડરની પ્રક્રિયા મુજબ એજન્સી દ્વારા સંતરામપુર તાલુકા, કડાણા તાલુકામાં વિતરણ કરવાનું રહેતું હોય છે, પરંતુ આવી પરિસ્થિતિ ઉભી કરીને લાભાર્થીઓને મુશ્કેલી ઉભી થવાનો વારો આવેલો હતો. સંતરામપુર તાલુકાના કડાણા તાલુકાના આવેલા અંતરિય વિસ્તાર માંથી ગોઠીબ, ટીમલા, સગડીયા, સંતરામપુર અલગ અલગ ગામો માંથી કેટલી લેવા આવેલા હતા. પરંતુ સ્થળ ઉપર પણ કોઈ જવાબદાર અધિકાર પણ ન હતા. ખોડીયાર નામની એજન્સીના માણસોએ ભેગા મળીને આ કીટનું વિતરણ કરવામાં આવેલું હતું અને લાભાર્થીઓને આપવામાં આવેલી કીટ પણ ગુણવત્તા વગરની હતી. તેવી પરિસ્થિતિ જોવા મળી હતી. ખોડીયાર નામની એજન્સીનું લાભાર્થી સુધી કીટ પહોંચાડવામાં આવેલ ન હતી, તે ખરેખર તપાસનો વિષય બન્યો છે.
અમે 1000 થી 1500 રૂપિયા ખર્ચીને કોઠંબા પાલ્લા ગામે 100 કિલોમીટર જેટલું અંતર કાપીને આવું છું. 70 કિલોમીટર અંતર કાપીને આવું પડ્યું હતું અને અમને ઘણી મુશ્કેલી અને મોંઘું પડ્યું હતું :- જેન્તીભાઈ, લાભાર્થી, ટીમલા..