
લુણાવાડામાં એસીબી ની સફળ ટ્રેપ : મહીસાગર જિલ્લાના શિક્ષણ અધિકારી 20,000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા.

મહિસાગર જિલ્લાની નાની સરસણ ની પ્રેમાનંદ વિદ્યાલય માં શિક્ષિકાની નવી નિમણૂક થયેલ હોય અને સ્કૂલમાં હાજર થવા બાદ એમ્પ્લોય નંબર મેળવવા માટે કાર્યવાહી કરી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને મોકલી આપી હતી તેમાં ફરિયાદી એમ્પ્લોય નંબર માટે જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરીમાં મળવા ગયા ત્યારે એમ્પ્લોય નંબર મેળવવા ₹20,000 ની લાંચ માંગવામાં આવી હતી તે દરમિયાન શિક્ષિકાએ લુણાવાડા એસીબીમાં ફરિયાદ કરી એસીબી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રંગે હતો છટકું ગોઠવ્યું હતું તેમાં જિલ્લા શિક્ષણ અધિકારી 20,000 રૂપિયાની લાશ લેતા રંગે હાથે ઝડપાયા હતા.