આમ, તો લાયન્સ ક્લબ સમગ્ર વિશ્વમાં 200 જેટલા દેશોમાં વિસ્તરાયેલી સેવાકીય સંસ્થા છે. જેમાં આજરોજ લુણાવાડામાં આવેલ ક્લબનું પણ નવા પ્રમુખની વરણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાસ્ટ મલ્ટીપલ કાઉન્સિલિંગ ચેરમેન એમજેએફ જેપી ત્રિવેદી દ્વારા નવા પ્રમુખની વરણી કરવામાં આવી. તેમની સાથે પાસ્ટ ડિસ્ટિક ગવર્નર પ્રભુદયાલ વર્મા તથા રીજીયન ચેરમેન હેમંત વર્મા તેમની સાથે જોન ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ ડો. મુકુન્દરાય ડીંડોર દ્વારા સ્વાગત અને તેમના વર્ષમાં કરેલા કામની રૂપરેખા બતાવી હતી.
ત્યારબાદ સર્વાનુંમતે નિમણૂંક થયેલા પ્રમુખ લા. જનકભાઈ જોશીને શપથ લેવડાવામાં આવ્યા હતા. આ શપથ ગ્રહણની સાથે તેમની ક્લબના મંત્રી તરીકે ભરતભાઈ ભોઈ તથા ખજાનચી તરીકે ર્ડા.દિવ્યાંગ પટેલને શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ લુણાવાડાના તમામ સભ્યો તથા આજુબાજુના ક્લબ માંથી પ્રમુખ મંત્રી અને ખજાનચી આવીને આજે નવી બનેલી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.