- બાલાસીનોર-૦૮
- કડાણા- ૦૬
- ખાનપુર-૦૮
- લુણાવાડા-૧૧
- સંતરામપુર-૦૯
- વિરપુર-૦૪
લુણાવાડા,
કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે.મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાની ૦૫ સ્ત્રી, ૦૩ પુરૂષ, કડાણા તાલુકાની ૦૧ સ્ત્રી, ૦૬ પુરૂષ, ખાનપુર તાલુકાની ૦૫ સ્ત્રી, ૦૩ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૦૩ સ્ત્રી, ૦૮ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૦૪ સ્ત્રી, ૦૫ પુરૂષ, વિરપુર તાલુકાના ૦૪ પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.
આમ, જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૧૫-૦૪-૨૦૨૧ ના સાંજના ૫-૦૦ વાગ્યા સુધીમાં ૨૯૭૨ કેસ પોઝીટીવ નોધાયા છે.
આજે જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી બાલાસિનોર તાલુકાની ૦૫ સ્ત્રી, ૧૦ પુરૂષ, કડાણા તાલુકાની ૦૬ સ્ત્રી,૧૦ પુરૂષ, ખાનપુર તાલુકાની ૦૩ સ્ત્રી, ૦૫ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૦૩ સ્ત્રી, ૦૫ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૦૪ સ્ત્રી, ૦૪ પુરૂષ દર્દીઓએ કોરોનાને મ્હાોત આપતાં તેમને રજા આપવામાં આવી છે.
આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૫૧૩ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. એકટીવ કેસ ૪૬૨. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૧૦ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૩૯ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૪૯ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/ કોરોનાના કુલ ૧૬૭૪૦૫ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૪૮૫ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૩૪ દર્દી ડીસ્ટ્રી્કટ હોસ્પિટલ-લુણાવાડા, ૨૭૮ દર્દી હોમ આઇસોલેશન, ૪૭ દર્દી એસ. ડી.એચ.સંતરામપુર અને ૩૧ દર્દી અન્ય જિલ્લા ખાતે તેમજ ૨૦ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલ મહીસાગર ખાતે સારવાર હેઠળ છે.
કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૩૩૮ દર્દીઓ સ્ટેબલ અને ૬૬ દર્દીઓ ઓક્સિજન પર અને ૦૬ વેન્ટીલેટર પર છે.