મહીસાગર જિલ્લામાં આજે ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા

  • અત્‍યારસુધીમાં કોરોના (COVID-19) ના કુલ ૯૪૪ પોઝીટીવ કેસ નોંધાયા
  • આજે ૦૬ દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી
  • આમ અત્યાર સુધીમાં ૮૦૦ દર્દીઓ સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા
  • હાલ ૧૦૫ દર્દીઓ સારવાર હેઠળ
  • જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૬૪૭૫ વ્યક્તિઓના કોરોના (COVID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા

લુણાવાડા,

        મહીસાગર જિલ્લામાં આજે ૧૩ કોરોના રીપોર્ટ પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના(COVID 19) ના અત્યાર સુધીમાં એટલે કે તારીખ  ૨૨-૦૯-૨૦૨૦ ના સાંજના ૫-૦૦ વાગ્યા સુધીમાં ૯૪૪ કેસ પોઝીટીવ નોધાયા છે, આજે સારવાર લઇ રહેલ દર્દીઓ પૈકી ૦૬ (છ) દર્દીઓ કોરોનાને મ્‍હાત આપીને સ્વગૃહે પરત ફર્યા છે. આમ, જિલ્‍લામાં અત્યાર સુધીમાં કુલ ૮૦૦ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

        જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૮ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી ૩૧ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૩૯ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ ૪૬૪૭૫ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૨૭૦ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે. 

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૨૬ દર્દી કે. એસ. પી હોસ્પિટલ બાલાસિનોર, ૧૦ દર્દી ડીસ્‍ટ્રીકટ હોસ્‍પિટલ, લુણાવાડા,  ૩૪ દર્દી હોમ આઇસોલેશન, ૧૫ દર્દી લુણાવાડા શિતલ નર્સિગ કોલેજ (CCC), ૧૦ દર્દી SDH સંતરામપુર અને ૧૦ દર્દી અન્‍ય જિલ્‍લાઓમાં સારવાર હેઠળ છે.કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૧૦૦ દર્દીઓ સ્ટેબલ અને ૦૩ દર્દીઓ ઓક્સિજન પર અને ૦૨ દર્દી વેન્‍ટીલેટર પર છે.