- સમગ્ર મહીસાગર જીલ્લામાં માતૃ ભૂમિની માટીને નમન અને વીરોને વંદન થીમ અંતર્ગત રાષ્ટ્રભક્તિનું અનોખું પર્વ ઉજવી રહ્યું છે.
- મારી માટી મારો દેશ અંતર્ગત અત્યાર સુધી જીલ્લામાં 368 શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવી.
મહીસાગર, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ’મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાય રહ્યો છે. માટીને નમન વીરોને વંદન થીમ અંતર્ગત વિવિધ તબક્કામાં તા.09 થી તા.30 ઓગસ્ટ સુધી પંચાયત, બ્લોક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજ્ય સરકારના દરેક વિભાગો સહભાગી થયા છે તે અંતર્ગત દરેક પંચાયતમાં પણ વીરોને નમન કરવાના હેતુથી એક શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવી. આ તકતીમાં વડાપ્રધાનના વિચાર, વીરોના નામ અને પંચાયતના સ્થળનું નામ, આઝાદીના અમૃત મહોત્સવનો લોગો સહિતની વિગતો. વીરોની વ્યાખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સુરક્ષા કર્મચારી (આર્મી, નેવી, એરફોર્સ) રાજ્ય પોલીસ દળ, સીએપીએફના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે કર્મીઓ પોતાની ફરજ દરમિયાન શહીદ થયા છે, તેમને આ શિલાફલકમ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
જે અંતર્ગત અત્યાર સુધી મહીસાગર જીલ્લામાં 359 ગ્રામ પંચાયતમાં કાર્યક્રમો યોજાઇ ચૂક્યા છે આ ઉપરાંત 6 તાલુકા અને 3 નગરપાલિકામાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મારી માટી મારો દેશ અંતર્ગત અત્યાર સુધી જીલ્લામાં 368 શિલાફલકમ એટલે કે તકતી મૂકવામાં આવેલ છે.
કાર્યક્રમ દરમિયાન પંચ પ્રણની પ્રતિજ્ઞા અને સેલ્ફી અભિયાનમાં મહીસાગરવાસીઓ પણ પાછળ નથી અત્યાર સુધી 45788 વ્યક્તિઓએ સેલ્ફી અપલોડ કરી છે છે. આ ઉપરાંત દરેક પંચાયતમાં 75 સ્વદેશી રોપાઓનું વાવેતર કરી કુલ 27986 રોપાઓનું વાવેતર કરી 371 અમૃત વાટીકા તૈયાર કરવામાં આવ્યા. કાર્યક્રમમાં વીરોને વંદન કરવાના હેતુ માટે સ્વાતંત્ર્ય સેનાની/વીરોના પરિવારને આમંત્રિત કરવામાં આવ્યા, તેમનું સન્માન કરવામાં આવ્યું. પંચાયતમાં યોજાનાર દરેક કાર્યક્રમમાં અત્યાર સુધી 52343 લોકો ધ્વજ વંદન અને રાસ્ટ્ર્ગાન કાર્યક્રમમાં જોડાયા.
આ ઉપરાંત માટીને નમન કરવાના હેતુથી ગામની માટી એકઠી કરી અને પંચાયતમાં લાવવામાં આવી, આ માટી બ્લોકમાં પહોંચશે. બ્લોક ખાતેથી દરેક તાલુકા દીઠ એક યુવાન પરંપરાગત પહેરવેશ પહેરી આ માટીના કળશને દિલ્હી લઈ જશે.