મહીસાગર, મહીસાગર જીલ્લાના પ્રભારી સચિવ અશ્ર્વિનીકુમારનાં અધ્યક્ષતા અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં પ્રજાજનોની સુખાકારી અને પ્રાથમિક સવલતો માટે પાણી પુરવઠા સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ચોમાસા દરમિયાન પાણીના સંગ્રહની વ્યવસ્થા ગોઠવવા, અમલીકૃત યોજનાઓ થકી ગામો સુધી પહોંચાડવામાં આવેલ પાણીની વ્યવસ્થા સહિતની તમામ કામગીરી અંગે માહિતગાર થયા હતા.
પ્રભારી સચિવ અશ્ર્વિનીકુમાર એ પાણી સંબંધિત યોજનાકીય માહિતી, લાભો સહિતની અન્ય વ્યવસ્થાઓને આયોજનબદ્ધ રીતે કરી પ્રજાના પ્રશ્ર્નોનો ત્વરિતપણે નિકાલ આવે તે માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડી વહેલીતકે કામગીરી પૂર્ણ કરવા કેટલાંક રચનાત્મક સૂચનો આપ્યા હતા.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, મહીસાગર કલેક્ટર ભાવિન પંડ્યા, બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પોલીસ વડા આર.પી. બારોટ, અધિક નિવાસી કલેકટર, પાણી પુરવઠા અધિકારી, નાયબ વન સંરક્ષક , આયોજન અધિકારી, સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.