સંતરામપુરના ગોધર ગામે મહીસાગર એસ.ઓ.જી.એ બોગસ તબીબને ઝડપી પાડયો. સંતરામપુર તાલુકાના ગોધર ગામે એક રહેણાંક મકાનની અંદર અલગ અલગ પ્રકારની બીમારીની દવા કરવા માટે દવાખાનું ખોલવામાં આવેલ હતું આ અંગેની મહીસાગર એસ.ઓ.જી ને માહિતી મળતા જ સ્થળ ઘટના સ્થળ ઉપર પહોંચી ને વગર ડિગ્રીનો અને બોગસ તબીબને પેશન્ટ સારવાર કરતી વખતે ઝડપી પાડવામાં આવેલો હતો ઘણા સમયથી અલગ-અલગ બીમારીઓની પેશન્ટો સાથે સારવાર કરતો હતો અને આરોગ્ય સાથે ચેડા કરી જાનનું જોખમ પણ ઊભો કરતો હતો આવી રીતે બોગસ ડોક્ટર રૂપિયા કમાવા માટે લોકોને દવા કરી આપતો હતો.
ગોધર ગામ ના એક ભૂરા ની અંદર બીમાર લોકોને તપાસીને એલોપેથિક દવા તથા ઇન્જેક્શન આપીને બિમાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો બેદરકારી ભર્યું કૃત્ય કરી તેમજ મેડીકલ પ્રેક્ટિસ કરી દવા તથા સાધનોથી બીમાર વ્યક્તિઓને પોતે ડોક્ટર નહીં હોવા છતાં તપાસ છેતરપિંડી કરી દવા ગોળી આપતો હતો મહીસાગર એસ.ઓ.જી અને મેડિકલ ઓફિસર કચેરીના તમામ ટીમને ઘટના સ્થળે પહોંચીને બોગસ તબીબને ઝડપી પાડવામાં આવેલો હતો. આશરે ૫૦,૦૦૦ જેટલો મુદ્દામાલ સાથે દવાનો જથ્થો ઝડપાયો હતો સંતરામપુર પોલીસે અને મહિસાગર એસ.ઓ.જી વિક્રમસિંહ બળવંત સિંહ વાઘેલા પર ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી વધુ આગળ તપાસ હાથ ધરાઇ હતી પરંતુ સંતરામપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારની અંદર આદિવાસી પ્રજાને સાથે આરોગ્ય સાથે ચેડા ઓ સૌથી વધારે થઈ રહેલા છે આર્યુવેદિક b h m h બે ડિગ્રી ધરાવતા તબીબો ફક્ત આર્યુવેદિક દવા કરી શકાય છે તેમ છતાં સંતરામપુર નગરમાં અને તાલુકા વિસ્તારમાં ઇન્જેક્શન બોટલ અને નો ઉપયોગ કરીને આડેધડ દવા કરીને ઉઘાડી લૂંટ ચલાવતા હોય છે સરકાર નિયમ મુજબ આયુર્વેદિક ડોક્ટર ને ઇન્જેક્શન અને બોટલ લગાવવાનો કોઈ અધિકાર હોવા નથી થતા ખુલ્લેઆમ સંતરામપુરમાં બોલો ને ઇન્જેક્શન ચડાવીને પે.સેન્ટર અખતરા કરી ઉઘાડી લૂંટ ચલાવતા હોય છે, કેટલાક તબીબો તો piles મસાની દવા કરવાની હોય છે મસાની દવા ની પાછળ અંદર ખાનગી ધોરણે દરેક પ્રકારની બીમારીની દવા કરીને ડોક્ટર પોતાની દુકાન ખોલીને બેસી ગયા છે આયુર્વેદિક ડોક્ટર ક્લિનિક ખોલીને બેસેલા તે ફક્ત ગોળી આપી શકે અને આર્યુવેદિક દવા કરી શકે તેમ છતાંય બોટલ ઇન્જેક્શન લગાવીને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી તેમને ખ્યાલ હોવા છતાંય કોઈપણ પ્રકારની રેડ કે કાર્યવાહી કરવામાં આવતી જ નથી સંતરામપુર તાલુકામા ઊંટ વેદો અને લેભાગુ બોગસ ડોક્ટરો ગામડે ગામડે સંખ્યા નું પ્રમાણ વધુ જોવાઈ રહ્યું છે ખરેખર એવી જિલ્લા આરોગ્ય નો અધિકારીનો તપાસનો વિષય બની ગયો છે.