મહીસાગર વીરપુરના ચીખલી નવી વસાહતમાં ઉભા પાકમાં ફર્યું બુલડોઝર

  • 40 વર્ષથી ખેતી કરતા ખેડૂતો પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ.
  • જંગલખાતા દ્વારા વિરપુરના ચીખલી નવી વસાહતના ખેતરોના ઉભા પાક પર જેસીબી ફેરવતાં આક્રોશ.
  • કોઈ જાહેરાત કે નોટીસ આપ્યા વગર ખેતરના ઉભા પાકો પર જેસીબી ફેરવી દેતા ખેડૂતોને ભારે હાલાકી.

વિરપુર, વિરપુર તાલુકાના ચીખલી નવી વસાહતના ગામે તાજેતરમાં જંગલખાતા દ્વારા સ્થાનીકોના ખેતરના ઉભા પાક ઉપર અધિકારીઓ દ્વારા જેસીબી ફેરવી દેતાભારે નુકશાન થયું હતું અને જેને લઈને ખેડુતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તાલુકાના ચીખલી નવી વસાહતના ગામે જંગલખાતા દ્વારા ગેરકાયદે પરિવારના ભોગવટા વાળી જમીન અને ખેતરોના ઉભા પાક પર જેસીબી ફેરવી નુકશાન પહોંચાડી નોંધારા બનાવી દીધા હતા. ત્યારે સ્થાનિક ખેડૂતો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં તેમજ વળતરની માંગ કરી રહ્યા છે, ત્યારે સ્થાનિક ખેડૂતો દ્વારા મળતી વિગતો અનુસાર જંગલખાતાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આવી ખેડૂતોની જમીન અને ખેતરો પર કબ્જો જમાવી, ખેતરમાં તૈયાર થયેલા અંદાજે ઉભા પાક 25 હેક્ટર જમીનમાં પર જેસીબી મશીનથી અંદાજે ધઉં, રાયડો, દિવેલા, વરિયાળી, સહિતના પાકોનું વાવેતર કર્યું છે. ત્યારે ખેડૂતોએ ભૂંડના ત્રાસથી પાકને બચાવવા રાત દિન એક કરી મહામહેનતે પાકની માવજત કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વધુ એક અણધારી મુશીબત આવતા ખેડૂતો ના ઘરના કે ના ઘાટના જેવી સ્થિતિ ઉભી થઈ છે, ત્યારે વનવિભાગ દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા સિવાય 25 હેકટરથી વધુ ઉભા પાક પર બુલડોઝર ફેરવી દેતા, ખેડૂતોના મોં માંથી કોળિયો છીનવાતા, ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ત્યારે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મામલે ચોકસાઈ પૂર્વક તપાસ કરવામાં આવે તેવી ખેડૂતોની ઉગ્ર માંગ ઉઠી છે. ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકૃત અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું કે, ખેડૂતોને નોટિસ આપવામાં આવી છે, ત્યારે ઉભા પાકમાં જેસીબી ફરેવતા પડતા પર પાટુ જેવી દયનિય હાલત થતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે, વન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર અમારા ઘઉં, રાયડો અને વરિયાળી જેવા તૈયાર થયેલા ઉભા પાક પર જેસીબી ફેરવી દેતા અમને પાંચથી સાત લાખથી વધુ રૂપિયાનું નુકશાન થયું છે. તેમણે કહ્યું કે, વનવિભાગે જમીન તો છીનવી પરંતુ તૈયાર પાકને પણ ખેડૂતના મોઢા માંથી છીનવી લીધો છે.