
મહિસાગર, આપણી પૃથ્વીને સુસંગત જીવનશૈલી અપનાવવાની પ્રેરણા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામા આવેલ મિશન લાઇફ-2023 પ્રોજેકટ અંતર્ગત રાજ્યમા પ મે 2023થી 5 જુન 2023 સુધી વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવી રહ્યા છે.

જેને અનુલક્ષી પર્યાવરણલક્ષી અવેરનેસ ફેલાઈ તે હેતુથી લુણાવાડા રેન્જ- મહીસાગર વન વિભાગ દ્વારા ફોરેસ્ટ કમ્પાઉન્ડ થી જીલ્લા સેવા સદન થઈ ફોરેસ્ટ કમ્પાઉન્ડ પરત સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાયકલ રેલીની શરૂઆત પહેલા મિશન લાઈફ અંગેની પ્રતિજ્ઞા લઈ પર્યાવરણપ્રેમીઓના હસ્તે લીલી ઝંડી આપી કરવામા આવી હતી.
પર્યાવરણ બચાવવાની ઝુંબેશમાં જોડનાર સૌનો આભાર વ્યકત કરી આ પ્રોજેકટ અંગે માહિતી આપતા નાયબ વન સંરક્ષક એન વી ચૌધરીએ જણાવ્યું હતું કે મિશન લાઇફ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામા આવેલ છે. જેનો મુખ્ય હેતુ (Lifestyle for Environment) LiFE એટલે એવી જીવન શૈલી જીવવાની પ્રરેણા આપે છે, જે આપણી પૃથ્વીને સુસંગત હોય અને પૃથ્વી-પર્યાવરણને નુકશાન ન પહોંચાડે તે માટે મિશન લાઇફ અંતર્ગત મહીસાગર જીલ્લા વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવેલ સહભાગી વન વ્યવસ્થા સમિતીઓમાં પ્લાસ્ટીક ક્લીનઅપ કેમ્પેઈન, ઈકો ટૂરીઝમ સાઈટે પ્લાસ્ટીક ક્લીનઅપ કેમ્પેઈન, વન વિસ્તારમાં ચેકડેમ- વનતલાવડીની કામગીરી, ભુમિ અને ભેજ સંરક્ષણના કામો, સાંકેતિક વાવેતરો સહિતની કામગીરીઓ કરવામાં આવી રહી છે. સાથે સાથે 5 મી જૂન વિશ્ર્વ પર્યાવરણ દિવસે પ્રતીકાત્મક પ્લાન્ટેશન ડ્રાઈવ હાથ ધરવામાં આવનાર છે.
આ રેલીમાં નાયબ વન સંરક્ષક એન વી ચૌધરી, જાણીતા તબીબો સર્વ ડો આર બી પટેલ, ડો દિલીપ અગ્રવાલ, ડો પિનલ શાહ, લુણાવાડા નોર્મલ રેન્જ ફોરેસ્ટ અધિકારી વૈભવ હારેજા, ગોધરા સામાજીક વનીકરણ વિભાગના રેન્જ ફોરેસ્ટ અધિકારીઓ જે.ટી.મકવાણા, એસ.જે.સેનવા, એ.સી. રાઠોડ, મહીસાગર વાઇલ્ડ લાઈફ ટીમ એન જી ઓ સહિત વનકર્મીઓ જોડાયા હતા.