મહીસાગર વન વિભાગ દ્વારા લુણાવાડા પરિશ્રમ પાર્ક સોસાયટી ખાતે મગરનું રેસ્ક્યૂ કરાયું

મહીસાગર,મહીસાગર જીલ્લાના લુણાવાડાની પરિશ્રમ પાર્ક સોસાયટી રહેણાંક વિસ્તારમાં મોડી રાત્રે મગર આવી ગયો હતો. જેની જાણ મહીસાગર વન વિભાગને કરતા રેંજ ફોરેસ્ટ ઓફિસર વી.એન.હારેજાએ મગરનું રેસ્ક્યૂ કરવા માટે વન કર્મીઓને સુચના આપી હતી.

ત્યારબાદ વન વિભાગ દ્વારા ભારે મહેનત બાદ મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું અને તે મગરને રેસ્ક્યૂ કરી સહી સલામત મહીસાગર નદી મધવાસ પુલ પાસે છોડી દેવામાં આવ્યો હતો. રા. ફો. હવેલી, બી.એન. તરાલ બીટ ગાર્ડ પાદેડી, ગમીરસિંહ વિરપરા બીટ ગાર્ડ ચનસર, એમ. બી ઝેઝરીયા બીટ ગાર્ડ ધામોદ, રમેશભાઈ બારોટ પ્રકૃતિ પ્રેમી, શૈલેષ ભાઈ દેવીપૂજક પ્રકૃતિ પ્રેમી અને હર્ષિલ ખાંટ દ્વારા મગરનું રેસ્ક્યૂ કર્યું હતું.