મહિસાગરના ભાદર ડેમમાં 17.64 ટકા પાણીનો જથ્થો રહેતા ખેડુતો ચિંતિત

ખાનપુર, ભાદર નદી પર બનાવવામાં આવેલ ભાદર ડેમ કે જે મહિસાગર જિલ્લાના ત્રણ તાલુકા માટે જીવાદોરી સમાન ડેમ છે. મહિસાગર જિલ્લામાં આવેલ ભાદર ડેમ જિલ્લાના 3 તાલુકા ખાનપુર, વિરપુર, તેમજ લુણાવાડા તાલુકાની છ હજાર હેકટર જમીનને સિંચાઈનુ પાણી પુરૂ પાડે છે. ત્યારે ડેમમાં ભર ચોમાસામાં પણ નહિવત જળ સ્તર હોવાના કારણે આ ડેમ દ્વારા સિંચાઈનુ પાણી મેળવી ખેતી કરતા 3 તાલુકાના ખેડુતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ભાદર ડેમ ઓવરફલો માટેનુ જળસ્તર 123.72 મીટર છે. જયારે હાલ ડેમનુ જળ સ્તર 114.90 મીટર છે. એટલે કે ડેમ 8.82 મીટર જેટલો હજુ ખાલી છે. ભાદર ડેમના ઉપરવાસમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં ખાસ કરીને રાજસ્થાન રાજયમાં અત્યા સુધી કુલ 364 મી.મી.જેવો નહિવત વરસાદ નોંધાયો હોવાથી પાણીની આવક ડેમમાં ઓછી આવતા ભાદર જળાશય ફકત 17.64 ટકા ભરાયો છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તેમજ રાજસ્થાનમાં વરસાદ ઓછો છે તેમજ રાજસ્થાન રાજયમાંથી ભાદર ડેમમાં પાણી આવે છે ત્યાં બોર્ડર પર ચેકડેમ બનાવવામાં આવેલ છે. એટલે જયારે ચેકડેમ ઓવરફલો થાય ત્યારે પાણી ભાદર ડેમમાં આવે છે જો આવનાર સમયમાં ડેમના ઉ5રવાસમાં સારો વરસાદ નહિ થાય તો ભાદર ડેમ ભરાવવાની શકયતાઅ ધટી જતી હોય છે ત્યારે રાજસ્થાનમાં સારો વરસાદ થાય તે જરૂરી છે જેથી ભાદર ડેમ ભરાઈ શકે.