મહીસાગર, મહીસાગર જીલ્લાના શારીરિક ક્ષતિ ધરાવતા અંધ, બહેરા-મૂંગા, અપંગ તેમજ રક્તપિત તથા મંદબુધ્ધિવાળા કર્મચારીઓ સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા દિવ્યાગોને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફિસરોને વર્ષ 2023માં રાષ્ટ્રીય તેમજ ગુજરાત રાજ્યના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તરફથી આપવામાં આવનાર માં દિવ્યાંગ પારિતોષિત માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
અરજીનો નમૂનો ખાતાની વેબસાઇટ https:talimrojgar.gujarat.gov.in પરથી તથા જીલ્લા રોજગાર કચેરી મહીસાગર, સેવાસદન-2, બીજો માળ. રૂમ ન.222/223 ખાતેથી વિના મૂલ્યે તા.30/11/2023 સુધીમાં મળી શકશે. અરજી સ્વીકારવાની છેલ્લી તા.30/11/2023 સુધીમાં કચેરી સમય દરમ્યાન અરજી સ્વીકારવામાં આવશે. વધુ માહિતી માટે કચેરીના હેલ્પલાઈન નંબર- (02674) 250306 પર સંપર્ક કરવો.