મહિસાગરની ત્રણેય બેઠકો ખાતે ઉમેદવારી પત્રકો ભરવા અંગેનુ જાહેરનામું


મહિસાગર,
ગુજરાત વિધાનસભા ચુંટણી 2022 અનવ્યે મહિસાગર જિલ્લાની ત્રણ બેઠકો પૈકીની કોઈ પણ બેઠક માટે ઉમેદવારી કરનાર વ્યક્તિ ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યકિત સાથે લાગુ પડતા વિધાનસભા ક્ષેત્રના મામલતદાર અથવા પ્રાંત અધિકારીની કચેરીએ અધિકારીને મોડામાં મોડુ તા.17/11/2022 (ગુરૂવાર) સુધીમાં કોઇપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધીમાં નામાંકન પત્ર પહોંચાડી શકશે.
નામાંકન ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે. નામાંકન પત્રોની ચકાસણી જે તે વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી અધિકારી તા.18/11/ર0રર (શુક્રવાર) ના રોજ સવારના 11 વાગ્યે હાથ ધરશે. ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઇ એક વ્યકિત કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટીસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટીસ ઉપર દર્શાવેલ અધિકારીઓમાંથી ગમે તે એક અધિકારીને તેમની કચેરીમાં તા.21/11/2022 (સોમવાર) ના રોજ બપોરના 3 વાગ્યા પહેલાં પહોંચાડી શકશે.