નલ સે જલની કામગીરી કરતી એજન્સીઓ દ્વારા બોગસ કામગીરી કરાતા 138 એજન્સીઓને બ્લેકલીસ્ટ.
મહિસાગર વાસ્મો મેનેજરને 23 ગામમાં રૂા.8.16 કરોડની બોગસ કામગીરી કરનાર એજન્સીઓ પાસેથી નાણાની વસુલાત કરવાના આદેશ.
મહિસાગર જિલ્લામાં નલ સે જલની કામગીરી કરતી એજન્સીઓ દ્વારા બોગસ કામગીરી કરાતા 138 એજન્સીઓને બ્લેકલીસ્ટ કરવામાં આવી હતી. વાસ્મો વિજિલન્સ ટીમે 23 ગામની તપાસમાં રૂા.8.16 કરોડનું સરકારી તિજોરીને નુકસાન કર્યુ હોવાનું બહાર આ વ્યું છે. અને 23 ગામની એ જન્સીઓ પાસેથી નાણાની રીકવરી કરવાનો આદેશ અપાતા મહિસાગર વાસ્મો દ્વારા નાણાની વસુલાત કરવાની નોટીસો આપવાની કાર્યવાહી શરૂ કરી છે.
મહીસાગર જિલ્લાની નલ સે જલની કામગીરી કરનાર એજન્સીઓએ વડાપ્રધાન મોદીના ઘર ઘર પાણીના સ્વપના ચકનાચુર કરી દીધા હોય તેવી કામગીરી કરી છે. મહિસાગર જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરી પર સવાલો ઉઠતાં ગાંધીનગર વાસ્મો કચેરી દ્વારા 138 એજન્સીઓ ને બ્લેક લીસ્ટ કરી છે. ગાંધીનગર વાસ્મો દ્વારા મહિસાગર જિલ્લાના 23 ગામોમાં યોજનાની કામગીરી તપાસ કરવા અલગ અલગ ટીમો બનાવી હતી. ટીમો દ્વારા ગામમાં તપાસ કરતાં એજન્સીઓ ની બોગસ કામગીરી મળી આ વી હતી. સ્થળ તપાસમાં ઓછા માપની પાઇપો ઉપરાંત અનેક વિસંગતતા જોવા મળી હતી. એજન્સીઓ સાથે મેળાપીપણા કરી પાઈપ સપ્લાયર કંપની દ્વારા સપ્લાય કરેલ પાઇપોના જથ્થા અને ઇનવોઈસ નંબર તેમજ તારીખ અલગ અલગ જથ્થા ઊભા કરી ખોટા ચુકવણીઓ કરેલ હોવાનું જણાઇ આ વ્યું હતું. તેમજ વિજીલન્સની તપાસમાં જૂની પાઇપલાઇન સાથે યોજનાની પાઇપલાઇનના જોડાણ કરી દીધા હોવાનું મળી આવ્યું છે. 23 ગામમાં યોજનાની કામગીરી કરનાર એજન્સીઓને ગંભીર ગેરરીતિ અને અનિયમિતતાઓના સામે નાણાકીય નુકસાન થયુ છે.
જેથી ગાંધીનગર વાસ્મો દ્વારા મહિસાગર વાસ્મો મેનેજરને 23 ગામમાં રૂા.8.16 કરોડની બોગસ કામગીરી કરનાર એ જન્સી પાસેથી નાણાની વસુલાત કરવાના આદેશ આ પવામાં આવ્યા છે. જેથી મહિસાગર વાસ્મો દ્વારા 23 ગામમાં નલ સે જલની કામગીરી કરનાર એજન્સીઓને નોટીસ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તાલુકાવાર 23 ગામમાં થયેલ ભ્રષ્ટાચારના આંકડા .
કડાણા : કુરેટા 15,05,916, સંઘરી 16,39,216, તલવાડા 53,32178, ઝાલાસાગ 1,85,467 . ખાનપુર : વડાગામ 4514, ઇસરોડા 3,47394 . સંતરામપુર : આંબા 53,89,433, રાણીજીની પાદેડી 46,03,539, આંજણવા 36,98746, જુના કાળીબેલ 36,35108, સીમલીયા 22,76838, પનિયાર 14,77404, . બાલાસિનોર : આલેલા 36,91367, ભાથલા 4413130 અને ભાથલા પરા વિસ્તાર 32,37090 . વિરપુર : કુંભારવાડી 1492798, ખાટા 32,88446 . લુણાવાડા : વરધરી 25,75699, કોઠંબા 67,87345, વાળીનાથ 3645450, હોસેલીયા 36,42388, ચણસર 23,240690
:: ગીરીશ અધોલા, યુનિટ મેનેજર, વાસ્મો, મહિસાગર ::
એજન્સીઓને નાણાં રિકવરીની નોટિસ આપીશું મહિસાગરના 23 ગામમાં વિજીલન્સની ટીમોએ તપાસ કરીને રીપોર્ટ મોકલ્યો છે. 23 ગામમાં આશરે 8.16 કરોડ રૂપિયાની બોગસ કામગીરી કરી હોવાનું તપાસ મળી આવતા એજન્સીઓ નાણાની વસુલાત કરવાની નોટીસ આપીશું અને જે એજન્સી નાણા પરત નહિ કરે તેની સામે વડી કચેરીના જણાવ્યા મુજબ કાર્યવાહી કરીશું.
આ પણ વાંચો : બાલાસિનોર તાલુકામાં લગ્નોમાં દેખા દેખીના રવાડે ચડી ઘણા પરિવારો દેવાદાર બની રહ્યા છે.