મહિસાગરના તમામ તાલુકાના ટી.ડી.ઓ.ને મહિને પાંચ પંચાયતની તપાસ કરવાનો આદેશ

બાલાસિનોર, મહિસાગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 6 તાલુકાના તાલુકા વિકાસ અધિકારીએ દરેક ગ્રામ પંચાયતમાં આકસ્મિક મુલાકાત લેવા માટેનો હુકમ કરતા હડકંપ મચી જવા પામ્યો છે. જિલ્લાના બાલાસિનોર, વિરપુર, લુણાવાડા, સંતરામપુર, કડાણા, ખાનપુર તાલુકાના વિકાસ અધિકારીને સંદર્ભીને પરીપત્ર કર્યો છે જેમાં જણાવ્યુ છે કે, ગ્રામ પંચાયતમાં સરકારના પરીપત્રો, ઠરાવો અને ગાઈડલાઈનનો ચુસ્ત પણે પાલન થઈ નથી રહ્યુ તેમજ રજીસ્ટર, ફાઈલો, રેકર્ડ ગ્રામ પંચાયત લેવલે સુવ્યવસ્થિત નિભાવવા આવતુ ન હોવાનુ ગંભીર બાબત સામે આવ્યુ છે. જેથી ગ્રામ પંચાયત કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીએ ઓછામાં ઓછી એક મહિનામાં પાંચ ગ્રામ પંચાયતોની મુલાકાત લેવા માટે પરીપત્ર કરાયો હતો.