મલેકપુર,અમથાણી જોગણ બચકરીયા ડીટવાસ ગામ સુધીનો 12 કિલો મીટર જેટલો રસ્તો છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. જેના કારણે દરરોજ હજારો વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા પર ખાડાઓ પડી ગયા હોવાથી અનેકવાર નાનામોટા અકસ્માતોના બનાવો બની રહ્યા છે. છતાં જવાબદાર અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન હોવાથી હજારો વાહનચાલકો અને આ રસ્તા પર આવતા ગામના લોકોમાં ભારે નારાજગી ઉઠવા પામી છે.
આ રસ્તા પર 10 જેટલી લુણાવાડા એસ ટી બસના રૂટ પણ એસટી બસને પણ મોટું નુકસાન પહોંચે છે અનેક વાર જૂઆતો કરવામાં આવેલ છે, કે આ અમથાણી-થી જોગણ ડીટવાસ જતા રસ્તા પર ઠેર ઠેર મસમોટા ગાબડાઓ પડી ગયા છે.
જેના કારણે વાહનો આ રોડ પર ચાલે તો નુકસાન થાય છે અને જો ખાડાઓ તારવવા જાય તો અકસ્માતની સંભાવનાઓ રહે છે. જેથી સત્વરે આ રસ્તા પર ડામર પેચવર્ક કરી રોડને રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. તાત્કાલિક રીપેર કરવામાં નહી આવે તો આ વિસ્તારની પ્રજાની ધીરજ ખૂટી પડે તેવી સંભાવના વ્યાપક છે. જેથી જીલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્વરે આ રસ્તો પેચવર્ક કામગીરી કરાય તેવી માંગ કરાઇ છે.