લુણાવાડા,મહિસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની તાલુકા અને જિલ્લા પંચાયતની ચુંટણીની અઢી વર્ષની સમયકાળ પુર્ણ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચુંટણી પંચના નિયમ મુજબ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં 5 વર્ષ દરમિયાન 2 પ્રમુખ બનતા હોય છે. જેમાં પ્રથમ અઢી વર્ષ માટે અને ત્યારપછીના અઢી વર્ષ માટે પ્રમુખ બનતા હોય તે બાબતે નિયમ હોય છે. જે મુજબ જિલ્લા અને તાલુકા પંચાયત માટે પ્રમુખપદ માટેની સીટ કેટેગરી ત્યારે અઢી વર્ષ પુર્ણ થતાં આવનાર સપ્ટેમ્બરના પ્રમુખની ચુંટણી આવતા સરકાર દ્વારા અનામત વાઈઝ મહિસાગર જિલ્લાની 6 સીટો જાહેર થતાં જે તે વર્ગના ૈૈઉમેદવારો દ્વારા પ્રમુખ પદ મેળવવા માટે તેમના ગોડફાધરોના સંપર્ક શરૂ કરી દેવાયા છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા અને વિરપુર તાલુકા પંચાયતના પ્રમુખ માટે જનરલ સામાન્ય, ખાનપુર માટે જનરલ મહિલા, બાલાસિનોર માટે એસ.સી.મહિલા, કડાણા માટે એસ.ટી. અને સંતરામપુર એસ.ટી.મહિલા જાહેર કરી હતી.