મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો પ્રત્યે મહીસાગર જિલ્લામાં ઠેર ઠેર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી


મહીસાગર,
તારીખ 2 નવેમ્બર 2022ના રોજ ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક જાહેર કરાંતા મહીસાગર જિલ્લામાં મોરબી કરૂણાંતિકા ઘટનામાં અવસાન પામેલા સર્વે દિવંગત લોકોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સરકારી ઇમારતો-કચેરી પર ફરકાવવામાં આવતો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો હતો.
મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા તથા વહિવટીતંત્રના અધિકારી-કર્મચારીઓએ પોતાની કચેરીમાં બે મિનીટ મૌન પાળી મોરબીની પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને શ્રધ્ધાંજલિ અર્પી હતી. કલેકટર કચેરી લુણાવાડા ખાતે રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.
માહિસાગરની તમામ પ્રાંત કચેરી, નગરપાલિકા તેમજ સરકારી કચેરીના સ્ટાફ દ્વારા એક પ્રાર્થના સભા યોજીને અવસાન પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
જિલ્લામાં ઔધ્યોગિક તાલીમ સંસ્થા( આઇ.ટી.આઇ) લુણાવાડા, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ જલભવન-વાસમો તેમજ જિલ્લાના વિવિધ સ્થળોએ મૌન પાળીને મૃતકોને શ્રધ્ધાજંલી આપવામાં આવી હતી.
આમ, સમગ્ર મહીસાગર જિલ્લામાં સરકારી કચેરીઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા પણ મોરબી કેબલ પુલ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકો પ્રત્યે તથા પરિવારજનો પ્રત્યે આવી પડેલ દુ:ખ સહન કરવાની પ્રભુશક્તિ અર્પે તેવી સંવેદના પ્રગટ કરી દિવંગતોને શ્રધ્ધાજંલિ થકી શાંતિ અર્પવામાં આવી હતી.