- પોલીસ જાપ્તા માંથી આરોપી નાશી છુટતાં પોલીસ બેડામાં હડકંપ.
લુણાવાડા,
મહિસાગર જીલ્લા પોલીસ દ્વારા 6 મહિના પહેલા 5000 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી પાડેલ આરોપીને કોર્ટમાં રજુ કરવા લાવતી વખતે પોલીસની બેદરકારીને લઈ જાપ્તા માંથી ફરાર થઈ જતાં પોલીસ બેડામાંં ચકચાર મચી જવા પામી છે.
વિસ્તૃત વિગતો મુજબ મહિસાગર જીલ્લા પોલીસ દ્વારા 6 માસ પહેલા 500 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ કિંમત 50 લાખના મુદ્દામાલ સાથે જૈનુલ આબેદીન ઉર્ફે જાનુ અબ્દુલ જબ્બાર અંસારીને ઝડપી પાડવામાંં આવ્યો હતો. આરોપીને જેલમાં રાખવામાં આવછેલ હોય જેને લુણાવાડા કોર્ટમાં રજુ કરવા માટે પોલીસના જાપ્તામાંં લવાઈ રહ્યો હતો. કોર્ટની પ્રક્રિયા પુરી કરી કેદી જાપ્તાના પોલીસ જવાનોની બેદરકારીને લઈ આરોપી પોલીસ જાપ્તા માંથી ફરાર થવામાંં સફળ રહેતા પોલીસ બેડામાં હડકંંપ મચી જવા પામ્યો છે. મહિસાગર પોલીસ દ્વારા ફરાર આરોપી કેદીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.