મહીસાગર જિલ્લામાં ગાજ વીજ ભારે પવન સાથે વરસાદ પાડતા વાતવરણમાં ઠંડક પ્રસરી : ખેડૂતો ખુશ

રિપોર્ટર : ધ્રુવ દરજી

લુણાવાડા,
રાજયમાં હવામાન વિભાગની આગાહીના એક દિવસ પહેલા મહીસાગરમાં મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ત્યારે જિલ્લાના કેટલાક વિસ્તારમાં ભારે પવન અને કડાકા સાથે વરસાદનું આગમન થતા જિલ્લામાં ઝાડ પડતા વિજપોલ ધરાશાય થવાની સાથે વીજળી ડુલ થતા એમ.જી.વી.સી.એલ.ની પ્રી-મોન્સૂન કામગીરી અધ્ધર તાલ જોવા મળી હતી. તો બીજી તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

મોટાભાગના ખેડુતો સવાર થી જ ખેતરના કામ લાગી ગયાં છે. હવાન વિભાગની આગાહી અને સમયસર અમુક અમુક વિસ્તારોમાં વરસાદ પાડતાં લોકો વરસાદની મજા માણવા નીકળી પડ્યા હતાં. લુણાવાડા તાલુકા તેમજ આજુબાજુમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે મેઘરાજાનું આગમન થતા ભારે બફારામાં રાહત થઈ હતી. વરસાદનું આગમન થતા ગરમીથી લોકોને આંશીક રાહત મળી હતી. જ્યારે અમૂક ગ્રામ્ય વિસ્તરોમાં ખૂબ સારો વરસાદ પડતાં ખેડુતો પણ આંનદમાં આવી ગયા હતા. કેટલાક લોકોએ ગરમી થી રાહત મેળવવા વરસાદમાં નાહવા લાગ્યા હતા. અમુક ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સમયસર વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.