
લુણાવાડા, મહીસાગર જીલ્લો જાણે મગરનો મઢ બનતો હોય તેમ ઠેર ઠેર મગર દેખા દે છે. વડોદરા જીલ્લાની જેમ મહીસાગર જીલ્લામાં હવે રહેણાંક વિસ્તારોમાં મગર ઘુસી આવે છે ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે.
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ચાવડીબાઈના મુવાડા ગામે વિશાળ મગર ઘુસી આવ્યો હતો. મગર ગામના પ્રવેશ માર્ગ પર ઘૂસ્યો હોવાની જાણ ગામ લોકોને થતા લોકો ઉમટ્યા હતા. ત્યારે સ્થાનિક દ્વારા આ અંગે વન વિભાગના કર્મચારીઓ અને એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમને જાણ કરાતા તાત્કાલિક ચાવડીબાઈના મુવાડા ખાતે પોહચી ગામના પ્રવેશ માર્ગની સાઈડે ઘુસી આવેલ મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ અંદાજે 13 ફૂટ લાંબા મગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો ત્યારે મગરને રેસ્ક્યુ કરી દૂર સુરક્ષિત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો.