બાલાસિનોર, મહિસાગર જિલ્લા પંચાયત અંતર્ગત જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા આઈ ખેડુત પોર્ટલ પર ઓનલાઈન ખેડુતોએ અરજી બાદ જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા હુકમ ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજય સહિત મહિસાગર જિલ્લામાં ટ્રેકટર સંચાલિત ચાફ કટ્ટર માટે સામાન્ય વર્ગના ખેડુતો માટે ખરીદીના મુળ રકમના 40 ટકા અથવા 80 હજાર બેમાંથી જે ઓછુ હોય તે તેમજ અનુ.જાતિ/જન.જાતિના સિવાયના સામાન્ય વર્ગના નાના સિમાંત મહિલા ખેડુતો માટે 50 ટકા અથવા 1 લાખ સબસિડી ચુકવવા માટે જણાવવામાં આવ્યુ હતુ. પરંતુ મહિસાગર જિલ્લા પંચાયત અંતર્ગત ખેતીવાડી વિભાગે માત્ર ટ્રેકટર સંચાલિત ચાફ કટ્ટર પેટે રૂ.28 હજાર સબસિડી રકમ પેટે લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવતા ખેડુતોમાં ઓનલાઈન અરજીમાં જણાવ્યા પ્રમાણે સબસિડી ન ચુકવતા ગુજરાત સરકાર દ્વારા ખેડુતોએ અપાતા લાભોની વાત માત્ર કાગળ પર હોવાની સાબિત થતાં પશુપાલકો અને ખેડુતોમાં રોષ જોવા મળ્યો છે.