લુણાવાડા, ખેડૂતો માટે ખેતર, ખાતર, પાણી,બિયારણ,દવાઓ અને હવામાન એ ખેતી કરવા માટે જરૂરી પરિબળો ગણવામાં આવે છે. ત્યારે એમાંથી એકપણ પરિબળ જો વધારે કે ઓછા પ્રમાણમાં મળે તો ખેતી થઈ શકતી નથી અને એમાંય પાણી અગત્યનું ઘટક કહેવાય છે. ત્યારે કેનાલ મારફતે પાણી મેળવતા ખેડૂતોને ક્યારેક કેનાલ તૂટવાથી તો ક્યારેક કેનાલ ઓવરફ્લો તો ક્યારેક કેનાલમાં સાફ સફાઈના અભાવ તો ક્યારેક બાંધકામની ગુણવત્તા સારીના હોવાને કારણે કેનાલમાં થતું લીકેજે ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાખે છે, આવું જ કૈક થયું છે મહીસાગરના લુણાવાડાના અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામના ખેડૂતો માટે અહીંયા કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બન્યા છે અને ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યુ છે જાણીએ ખેડૂતોની વ્યથા કરીએ ખેડૂતોની ફિકર આ દ્ર્શ્યો છે અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામના જ્યાં મુખ્યત્વે ખેતીનો વ્યવસાય લોકો કરે છે અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને અહીંયા ખેતી માટે જરૂરી એવું પાણી કડાણા ડાબા કાંઠા કેનાલ મારફતે પૂરૂં પાડવામાં આવે છે, પરંતુ વર્ષો પહેલા બનાવમાં આવેલી આ કેનાલ હવે સમારકામ માંગે છે. કેનાલ ઠેર ઠેર લીકેજ છે તો વળી ઘાસચારો ઉગી નીકળ્યો છે, સાફસફાઈનો પણ અભાવ છે, કેનાલની સાઇડોનું પ્લાસ્ટર કામ નીકળી જવાના કારણે કેનાલ લીકેજ થઈને પાણી આજુબાજુના ખેતરોમાં ભરાય છે અને ખેતરો જાણે તળાવ હોય તેમ ચારે બાજુ પાણી પાણી જોવાય છે. હવે આવામાં પાકે તો શું પાકે ખેડૂતોએ કરેલી મહેનત પાણીમાં જાય છે અને આ સમસ્યા કઈ આજની નથી સમસ્યા તો વર્ષોની છે જ્યારથી કેનાલ બની ત્યારથી છે.
હવે આ દ્ર્શ્યો જુવો જ્યાં ગામના ખેડૂતો એક્ઠા થઈ પોતાના ખેતરોને તળાવ જેવા બન્યા છે, તે બતાવી રહ્યા છે. આ ત્રણ ગામોને સિંચાઇ આપતી કડાણા ડાબા કાંઠા કેનાલ જે ઠેર ઠેર પ્લાસ્ટર ઉખડી ગયેલું અને લીકેજ થયેલી જોઈ શકાય છે. વળી, કેનાલમાં ઘાસ પણ એટલી હદે છે કે ક્યારે સાફ કરવામાં આવી હશે તે પણ અંદાજ લગાવી શકાય એમ નથી.
હવે જરા આ દ્ર્શ્યો જુવો જાણે કે મીની સ્વિમિંગપુલ જોઈલો તેમ ખેતરોમાં ભરાયેલા કેનાલના પાણી જોઈ શકાય છે. ખેડૂતો ખોબે ભરી ભરીને બતાવે છે કે ખેતરમાં કેટલી હદે પાણી ભરાયેલું છે. અતિશય પાણીના કારણે તેમણે કરેલો પાક કોહવાઈ ગયો છે, ખેડૂતોએ મોટી આશાએ મગની ખેતી કરી હતી પરંતુ મગની સીંગો બેસે તે પહેલાં તો પાક કોહવાઈ ગયો ગ્રામજનો તો એમ કહે છે કે મહામહેનતે કરેલી ખેતી એળે ગઈ અને આ કેનાલ બની ત્યારથી અમારે આમ જ થાય છે. દરેક સીઝનમાં આમ થાય છે, અમે કોઈ પણ પાક નથી લઈ શકતાં અધિકારીઓને જાણ કરી એ પણ થઈ જશે સિવાય કોઈ આશ્ર્વાસન મળતું નથી અને કોઈ જોવા પણ આવતા નથી. અમારૂં કોઈ સાંભળતું નથી, વળી એક ખેડૂત તો ત્યાં સુધી કીધું કે હવે અમે કેનાલ જ પૂરી દઈ આગળ પાણી નહિ જવા દઈએ એટલે એના કારણે તો અધિકારીઓ આવે બાકી અમારા ત્રણ ગામની થઈને 50 એકર જેટલી જમીનમાં પાક નિષ્ફળ ગયો છે, એનું વળતર કોણ આપશે. કેનાલ અને એમાંથી નીકળતી પેટા કેનાલ બન્નેમાં સારૂં ચણતર કામ થયેલું નથી. જેને લઇને લીકેજ થાય છે.
મહત્વના મુદ્દા…..
1 ) લુણાવાડા તાલુકાના ત્રણ ગામોમાં ખેતીને નુકશાન
2 ) અરીઠા,કડિયાવાડ,કોઠા ગામના ખેડૂતોની 50 એકર જમીન પાણી પાણી
3) ખેડૂતો ખેતી કરી શકતા નથી
4 ) અનેક રજૂઆતો લેખિત મૌખિક છતાં અધિકારીઓના પેટનું પાણી નથી હાલતું
5 ) કેનાલ બની ત્યારથી બાંધકામ યોગ્ય ના હોય કેનાલમાં ઠેર ઠેર લીકેજ થાય છે
6 ) કેનાલ માંથી નીકળતી પેટા કેનાલ માં પણ બોગસ કામના કારણે લીકેજ થાય છે
7 ) ખેડૂતો ત્રણ સિજન માં મહેનત કરી મોંઘા ખાતર બિયારણ કરી ખેતી કરે છે અને કેનાલ ના પાપે ખેતી બગડી જાય છે
8 ) ખેડૂતો હવે આગળ જતુ પાણી અટકાવવના મૂડ માં છે અમારી ખેતી બગડે અને કેનાલ સમારકામ ની થાય તો આગળ પાણી જવા નહિ દે
9 ) કેનાલ વર્ષો પહેલા બનાવવામાં આવેલી છે જે સમારકામ માંગી રહી છે