મહીસાગરમાં જળબંબાકાર: લુણાવાડા,વીરપુરમાં 5 ઇંચ વરસાદ પડતા ચોફેર પાણી જ પાણી

લુણાવાડા, હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં ગત મધ્ય રાત્રીથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જે બાદ વહેલી સવારથી વરસાદે જોર પકડ્યું હતું અને દિવસ દરમિયાન જિલ્લામાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા છે, જ્યારે ભારે વરસાદના કારણે કેટલાક નદી નાળા છલકાયા છે. તો કેટલાક નદી તળાવોમાં નવા નીરની આવક નોંધાઈ હતી. લુણાવાડામાં વહેલી સવારથી અત્યાર સુધી પાંચ ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. લુણાવાડાના માંડવી બજાર, હાટડિયા બજાર, હુસેની ચોક વિસ્તાર, દરકોલી દરવાજા, વરધરી રોડ,જયશ્રીનગર સોસાયટી, લુણાવાડા-ગોધરા હાઇવે માર્ગ સહિતના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે. તેમાં ઢીંચણ સમાં પાણી ભરાયા હતા. રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે પસાર થતા રાહદારીઓને, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો અનેક દુકાનોમાં પણ વરસાદી પાણી ગુસ્સ્યા હતા. ત્યારે તાલુકાન સાલાવડા, વરધરી, કોઠંબા, મલેકપુર, સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી હતી. પરંતુ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.

મહીસાગર જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ તાલુકા વાઇઝ આંકડા…

જિલ્લામાં સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં સરકારી ચોપડે નોંધાયેલ આકડાની વાત કરવામાં આવે તો જિલ્લામાં સૌથી વધુ લુણાવાડા તાલુકામાં 129mm, વીરપુરમાં 127mm, સંતરામપુરમાં 92mm, કડાણામાં 60mm ,ખાનપુરમાં 51mm અને બાલાસિનોરમાં 44mm વરસાદ નોંધાયો છે.

લુણાવાડા તાલુના કોઠંબા વિસ્તારના માખલીયા ગામે બે બાળકો તળાવમાં ડૂબતા મોત

મહીસાગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન બન્યા છે જેને લઈ જિલ્લાના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે લુણાવાડા તાલુકા શહીદ ગ્રામ્ય વિસ્તારોમાં નદી તળાવમાં નવા નીર આવ્યા છે લુણાવાડામાં પાંચ ઇંચ વરસાદ પડતા કોતર સહિત ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે ત્યારે લુણાવાડા તાલુકાના માખલીયા ગામે ધોરણ 6 અને ધોરણ 9 માં અભ્યાસ કરતા બે બાળકો ભારે વરસાદના કારણે તળાવમાં ડૂબી ગયા છે મળતી વિગતો અનુસાર માખલીયા ગામના વતની રોનક અરવિંદભાઈ ઉમંર 14 તેમજ વિક્રમ ઉદેસિંહ ઉંમર 12 જેઓ મોરંગીયા તળાવમાં નાહવા ગયેલ હતા તેઓ તે તળાવ માં નાહવા પાડતા ભારે વરસાદ ના કારણે ઉંડા તળવા ખેચાયા હતા જેનાં પગલે તેઓ વધૂ પાણી પી જતાં તેઓ ના મોત નીપજ્યા છે ત્યારે માખલિયા ગામના બે આશાસ્પદ યુવાનો ના પાણી મા ડૂબી જતાં મોત થાત ગામમાં આખું શોકમગ્ન થયું છે બીજી તરફ આ ઘટના માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય.