
મહીસાગર,મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર પોલીસ મથક વિસ્તારમાં એક વિધવા વૃદ્ધા ઉપર ક્રૂરતા પૂર્વક દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી હતી. જે બાદ આરોપી વિરુદ્ધ બાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. દુષ્કર્મના આરોપી જયંતિને બાકોર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ધુળેટીના ઝડપી પાડવામાં આવ્યો છે.
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વિધવા વૃદ્ધા સાથે દુષ્કર્મની ચકચારી ઘટના સામે આવી હતી. જે અંતર્ગત બાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. વૃદ્ધા જ્યારે ઘરમાં એકલા હતા ત્યારે કુખ્યાત આરોપી જયંતિએ વિધવા વૃદ્ધાના ઘરમાં ઘૂસી અને વૃદ્ધા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની બાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેને લઈ અને બાકોર પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. ત્યારે ધુળેટીના દિવસે જ ગણતરીના કલાકોમાં આરોપી જયંતિ ઉર્ફે કાણીયાને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
કુખ્યાત આરોપીને પકડી પાડી તેનું મેડિકલ કરાવવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જયંતિ ઉર્ફે કાણીયા વિરુદ્ધ અગાઉ પણ છેડતી સહિતના કુલ ૯ ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા આ કુખ્યાત આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવી.
મહીસાગર ડીવાયએસપી, જણાવ્યું હતું કે, બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાકોર ટાઉનમાં ગઈ કાલે એક વયોવૃદ્ધ વિધવા જે રસોઈ બનાવતા હતા. તે વખતે ઘરના પાછળના દરવાજે આરોપી જયંતી ઉર્ફે કાણીયો પરમાભાઈ બામણિયા જે આશરે ૩૦ વર્ષની ઉંમરનો છે. તેણે ઘરમાં પ્રવેશ કરી માજીને ખેંચી લાવી ખાટલામાં નાખેલા અને મોઢું દબાવી શરીરના ભાગે બચકાં ભરેલા અને તેમની સાથે બળાત્કાર કરેલાની હકીક્ત ધ્યાને આવતા તત્કાલીન પીએસઆઈ સ્થળ પર પોહચી ગયેલા અને ભોગ બનાનારની ફરિયાદ લેવામાં આવેલી છે. ગણતરીના કલાકોમાં આરોપી જયંતિ ઉર્ફે કાણિયાને પકડી પાડવામાં આવ્યો છે. જયંતિ ઉર્ફે કાણીયોએ આગાઉ પણ ચારેક, ૩૫૪ છેડતીના ગુનામાં પકડાયેલો છે.
એ ગુનામાં એને સજા પણ થયેલી છે. આ ઉપરાંત બીજા ૧૦ જેટલા નાનામોટા ગુના એના વિરુદ્ધ છે. આશરે નવેક ગુનાનો આરોપી છે. આ ગુનાની સમગ્ર તપાસ બાકોર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ સીસોદીયા કરી રહ્યા છે. ત્યારે આરોપીનો છેલ્લા કેટલાય સમયથી ગામ લોકો પર આતંક ગુજારી રહ્યો છે. જેથી ગામ લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જેથી સમસ્ત ગામ લોકો બાકોર પોલીસ મથકે જઈ વૃદ્ધાને ન્યાય આપો અને આરોપીને ફાંસી આપોના સૂત્રોચાર કર્યા છે અને ગૃહરાજ્યમંત્રી મંત્રી આ બનાવને ગંભીરતાથી લઈ સમસ્ત ગામ લોકોને જીવવું હરામ થઈ ગયું છે. આવા આરોપીને કાયમ માટે જેલ ભેગો કરો નહિતર ફાંસીની સજા આપો તેવી માંગ કરી રહ્યા છે