લુણાવાડા,
મહીસાગર જિલ્લામાં ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર વેચાણ થતા ઠંડા પીણાં, દૂધની બનાવટની વસ્તુઓ જે ગુણવત્તા સભર છે કે નહીં એન તે ખાવા લાયક છે કે નહીં તે માટે તાપસ હાથ ધરવામાં આવી હતી જેમાં અલગ અલગ લેવાયલ સેમ્પલ માંથી પાણી અને પનીરના સેમ્પલ ફેલ થયા છે.
જિલ્લાના વિવિધ શહેરોમાં તાજેતરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દૂધની બનાવટ અને પાણીના મળી કુલ 17 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં લુણાવાડા તાલુકામાંથી અલગ અલગ સેમ્પલ લઈ તાપસ કરવામાં આવી હતી. જેમાં પાણીના બે સેમ્પલ ફેલ થયા છે, બીજી તરફ સંતરામપુર શહેરમાંથી લેવાયલ સેમ્પલ માંથી એક પનીરનું પણ સેમ્પલ ફેલ થયું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર લુણાવાડા તાલુકાના નાના સોનેલા ખાતે આવેલ કાન્હા એન્ટરપ્રાઇઝ માંથી એકવાફીલ અને બિલશન બ્રાન્ડના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. એકવાફીલ અને બિલશન બ્રાન્ડની મિનરલ વોટરની કંપનીઓ આવેલી છે. જેના સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસણીમાં ફેલ થયા છે. સંતરામપુર શહેરમાંથી મુકતેશ્વર મહાદેવ પાર્લરમાંથી મલાઈ પનીરનું સેમ્પલ લેવાયું હતું. જે તપાસણીમાં ફેલ થયું હતું. ફેલ થયેલ સેમ્પલ અંગે હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ઓફીસ મહીસાગર જિલ્લામાં ન હોવાથી જિલ્લામાં ભેળસેળનું પ્રમાણ વધ્યું છે.