સત્તા મળે એટલે તેનો નશો માથે ચડી ને બોલે છે. આ વાત આમ તો ઘણા નેતાઓ ને લાગુ પડે છે.પરંતુ જ્યારે આ સત્તા ના મધ માં છકી ગયેલા નેતાઓ પોતાના ઘર ને પણ રાજ્કીય અડ્ડો બનાવી ત્યારે જોવા જેવી થતી હોય છે.સત્તા મળ્યા બાદ વ્યભિચાર તો જાણે આવા નેતાઓ નું ઘરેણું હોય તેમ વ્યાભિચારી માનસિકતા સાથે ગમે તે હદ સુધી જતા વિચાર નથી કરતા પછી તે પોતાનું ઘર જ કેમ ન હોય ! આવું જ કંઈક થયું છે મહીસાગર ના પશ્ચિમ વિસ્તાર માં ?
કિસ્સો જાણી ને નવાઇ લાગશે કારણ કે જે મુજબ ચર્ચાઓ સંભળાઈ રહી છે તે મુજબ મહીસાગર જિલ્લા ના ગ્ગિજ નેતા અને પંચમહાલ સહિત અન્ય એક જિલ્લા સાથે પણ નજીક નો નાતો ધરાવતા શ્રીમાન ને તેમની પત્ની એ જ મેથીપાક ચખાડ્યો હોવા નું જાણવા મળી રહ્યું છે.પોતાની જ નજીક ની સંબંધી સાથે ન જોવા જેવી હાલત માં રંગે હાથે ઝડપાઇ ગયેલા નેતા તેમની પત્ની એ ધીબી નાખ્યા ની ચર્ચા ઓ બજાર માં ચારેકોર વહેતી થતા આ મુદ્દો હાલ રાજકીય અને સામાજિક ક્ષેત્રે ગરમાયો છે.જો કે જાણવા મળ્યા મુજબ હાલ આ મુદ્દે નેતાજી એ સમાધાન નો માર્ગ તો અપનાવ્યો છે પરંતુ તેમની ખરડાયેલી છબી રાજ્કીય ક્ષેત્રે તેમને કેટલું નુકશાન પહોંચાડશે તે તો સમય જ બતાવશે.