મહીસાગર એમ.એડ.કોલેજની વિધાર્થીની રાનીબેન પંચાલે ગોલ્ડ મેડલ મેડવી કોલેજનું ગૌરવ વધાર્યું

મહિસાગર, તાજેતરમાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી વિંજોલ ખાતે વિશ્ર્વવંદનીય પરમ પૂજ્ય સંત શ્રી મોરારીબાપુના આશીર્વાદ સાથે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનો ચતુર્થ પદવીદાન સમારોહ અને સુવર્ણચંદ્રક એનાયત કાર્યક્રમ યોજાયો. જેમાં આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, કેબિનેટમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાણસોરીયા, સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય સી.કે રાઉલજી, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ અશ્ર્વિનભાઈ પટેલ, પંચમહાલ જીલ્લા કલેક્ટર, ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં યોજાયો. જેમાં અંજુમન બાલાસિનોર ટ્રસ્ટ દ્વારા તેમને એવોર્ડ મહીસાગર એમ.એડ.કોલેજની વિધાર્થીની રાનીબેન સુંદરલાલને આપવામાં આવ્યો. જેમાં મહીસાગર એમ.એડ. કોલેજ પરિવારે ગૌરવની લાગણી અનુભવી તેમને અભિનંદન તેમજ હાર્દિક શુભકામનાઓ પાઠવી.