મહીસાગર જીલ્લાના લુણાવાડા બ્રિટિશ શાસનના કાળમાં ઈ.સ.1912માં ગોધરા લુણાવાડા નેરોગેજ પશ્ચિમરેલ્વે દ્વારા શરૂ થઈ હતી. જેનો કોડ નં.કગટ હતો. અત્યારે પણ રેલ્વે સ્ટેશન ખંડેર હાલાતમાં જોઇ શકાય છે. હાલત ઘ્વારા જે અત્યારે પણ ઈન્ટરનેટ પર જોવા મળે છે. જ્યારે ગોધરા લુણાવાડા ચાલતી આ રેલ્વેની સુવિધાથી વેપાર રોજગાર સારો ચાલતો હતો. પરતું લગભગ ઈ.સ1973/74ના વર્ષથી કયા કારણોસર કે પછી ક્યા નિયમનુસાર આ રેલ સેવા બંધ કરવામાં આવી તે જાણી શકાતું નથી. નવાઈની વાત તો એ છેકે, મહીસાગર જીલ્લાના કેટલાય લોકોએ ટ્રેનની મુસાફરીની તો વાત બાજુના પણ ટ્રેનના દર્શન પણ કર્યા નથી.
ત્યારે આવાત એટલા માટે કરવામાં આવે કે ગુલામીમાં ચાલતી રેલ સેવા દેશની આઝાદી વખતે અને હવે બુલેટ ટ્રેનના જમાનામાં આ મહીસાગરમાં રેલ સેવાની ખૂબજ આવશ્યકતા છે. કેટલી સરકારો આવી અને ગઈ કેટલાય નેતાઓ. સંસદસભ્યો, ધારાસભ્યોને આ રેલ્વેની સમસ્યા દેખાઈ નહી.આમહીસાગર જીલ્લાની કમનસીબી છે કે, કામની નબળાઈ. હા પૂર્વ સાંસદ રતનસિહ રાઠોડે રેલ્વે મંત્રીને લેખિતમાં જણાવ્યું હતું. ફરીથી જો આ રેલસેવા શરૂ કરવામાં આવે તો અરવલ્લી, ખેડા, દાહોદ,ગોધરા,રાજસ્થાન, મધ્યપ્રદેશને જોડતો રેલ્વે થી જોડાયતો વેપાર,ઉદ્યોગ, ધંધારોજગારની ઘણી તકો ઊભી થઈ શકે.