મહીસાગર લુણાવાડા ખાતે કોંગ્રેસ દ્વારા ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

લુણાવાડા, લુણાવાડા સરદાર ચોકમાં સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર ચઢાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સંસદગૃહમાં 146 સાંસદોને સસ્પેન્ડ કરવાનાં મુદ્દે દેશભરમાં ઠેર ઠેર વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

સાંસદના બન્ને ગૃહમાંથી 146 સાંસદોને સસ્પેન્ડ કરાતા વિપક્ષ આવ્યું વ્હારે… મહીસાગર જીલ્લાના લુણાવાડા ચોક ખાતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો. સમગ્ર દેશભરમાં ઠેર ઠેર વિરોધનો વંટોળ ઉભો થયો છે. ત્યારે બન્ને સાંસદ ગૃહમાંથી આશરે 146 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે, વિપક્ષ દ્વારા સંવિધાન બચાવો લોકતંત્ર બચાવોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. જેમાં 122 વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ, પૂર્વ ધારાસભ્ય જી.એમ.ડામોર, પંચમહાલ પૂર્વ પ્રમુખ પી.એમ.પટેલ, તેમજ પૂર્વ જીલ્લા પ્રમુખ એચ.એન.પટેલ, તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રતાસિંહ,પી.એન ચૌહાણ, પી.કે.ડામોર, બાબુભાઇ પંચાલ તેમજ એસ.સી.સેલના એલ.કે.વણકર, તેમજ શહેર પ્રમુખ દીપેશ પ્રજાપતિ, પૂર્વ મહિલા પ્રમુખ લતાબેન મછાર તેમજ કોંગ્રસ પક્ષના શનિષ્ટ કાર્યકરો તેમજ હોદ્દેદારો સહિતના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.