લુણાવાડા,
લુણાવાડાના ધાંચીવાડના યુવાન પાનમ નદીના પટ માંથી ત્રણ દિવસ અગાઉ ગુમ થયેલ યુવાનનો ધડ વગરનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી હતી. ન્હાતા સમયે મગર ખેંચી ગયાની ચર્ચા સાથે અનેક શંકા-કુશંકા પોલીસ ધટના સ્થળે પહોંચી.
પ્રાપ્ત વિગતો મુજબ લુણાવાડા ધાંચીવાડ ખાતે રહેતો યુવાન પાનમ નદીના પટ માંથી ત્રણ દિવસ થી ગુમ થયો હતો. આ ગુમ થયેલ યુવાનનો ધડ વગરનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી યુવાનના શરીરના અલગ અલગ ભાગ મળી આવતાં યુવાન નદીમાં ન્હાતો હોય તે સમયે મગર ખેંચી ગયો હોવાની ચર્ચા વચ્ચે યુવાનનો મૃતદેહ મળતાં અને શંકા-કુશંકાઓ પોલીસ ધટના સ્થળે પહોંચતા મૃતકના પરિવારના કહેવાથી કોઈપણ કાર્યવાહી કર્યા વગર મૃતદેહ સોંપવામાં આવ્યો.