મહીસાગર ખાતે ઓબ્ઝર્વરઓ અને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને નોડલ ઓફિસર્સઓ સાથે બેઠક યોજાઇ

મહીસાગર,

વિધાનસભા સામાન્ય ચુંટણી2022 મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જે અન્વયે મહીસાગર જિલ્લાની 03 વિધાનસભા સીટ પર તા.5 ડિસેમ્બરે થનારા મતદાનની પૂર્વ તૈયારીના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા મહીસાગર જિલ્લામાં નિયુક્ત કરાયેલા ઓબ્ઝર્વરઓ અને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષસ્થાને આજ રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા મહીસાગર જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે રોહિત મુલપાની, ખર્ચ ઓબ્ઝર્વર તરીકે ઓમ પ્રકાશ, જનરલ ઓબ્ઝર્વર સંજય ગુપ્તા અને જનરલ ઓબ્ઝર્વર રાજેન્દ્ર વિજય ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાવિન પંડ્યા સહિત ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીનાં નોડલ ઓફિસરઓ જેમ કે, મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, ટ્રેનિંગ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, એમસીસી ઈમ્પ્લીમેન્ટેશન, એક્ષપેન્ડીચર મોનીટરિંગ, સ્વીપ, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, મીડિયા મેનેજમેન્ટ, કોમ્યુટરાઈઝેશન, ઓબ્ઝર્વર, હેલ્પલાઈન અને ફરિયાદ, કોમ્યુનિકેશન, સ્ટાફ વેલફેર, માઈગ્રેટરી વોટર્સ અને પીડબલ્યુડીના નોડલ અધિકારીઓ તથા જિલ્લા ચુંટણી વિભાગ તરફથી થયેલ તમામ કામગીરીનું પ્રેઝન્ટેશન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુંજલ શાહ દ્વારા આપવામાં આવ્યું હતું.

ઓબ્ઝર્વરઓએ જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી મહીસાગર જિલ્લામાં પ્રક્રિયા અર્થે થયેલ કામગીરીની વિગતો. જેમાં ખાસ કરીને જિલ્લાની પ્રોફાઈલ, મતદારોની સંખ્યા, પોલિંગ સ્ટેશન, સ્ટ્રોંગ રૂમ, ચૂંટણી સંબંધિત કામગીરીઓના દૈનિક રિપોર્ટ વગેરે માહિતી મેળવી હતી.

વધુમાં પોસ્ટલ બેલેટથી કેટલા મતદારો મતદાન કરશે, મીડીયા મોનિટરીંગ રૂમ ખાતેની વ્યવસ્થા તેમજ મટીરીયલ મેનેજમેન્ટની બાબતો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ નોડલ ઓફિસર્સઓએ પોતાની કામગીરી બાબતે ઓબ્ઝર્વરઓને માહિતગાર કર્યાં હતાં.