મહીસાગર ખાતે જીલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

  • મહીસાગર જીલ્લામાં એસ.એસ.સી. અને એચ.એસ.સી.ના કુલ 4269 વિધાર્થીઓ પરીક્ષા આપશે.

મહીસાગર, મહીસાગર જીલ્લામાં અગામી ધોરણ 10 અને 12ની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા સંદર્ભમાં પરીક્ષા સમિતીની બેઠક જીલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કોન્ફરન્સ હોલ જીલ્લા સેવા સદન લુણાવાડા ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં જીલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ અગામી ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષાઓ શાંતિપૂર્વક અને નિર્ભય પણે યોજાય તે માટે જરૂરી આયોજન કરવા સંબધિત અધિકારીઓને સુચના આપી હતી. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીના મોરીએ પૂરક પરીક્ષા અંગે વિગત આપતાં જણાવ્યું હતું કે, આગામી મહીસાગર જીલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની પૂરક પરીક્ષાઓ તારીખ 10 થી તારીખ 14 જૂલાઇ સુધી પરીક્ષાઓ યોજાશે.

પૂરક પરીક્ષામાં ધોરણ 10ના 2820 વિધાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહમાં 1080 અને ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહમાં 369 વિધાર્થીઓ પરીક્ષા આપશે. એમ મળી કુલ 4269 વિધાર્થીઓ પરીક્ષામાં આપશે.

બેઠકમાં પરીક્ષાના સંપૂર્ણ આયોજન, કાયદો અને વ્યવસ્થા, વિધાર્થીઓ પરીક્ષા સ્થલે સમય સર પહોંચી શકે તે માટે બસની વ્યવસ્થા, આરોગ્યની સુવિધા, પરીક્ષા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાવગેરે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં પોલીસ અધિક્ષક આર.પી.બારોટ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.