મહીસાગર ખાતે જિલ્લા કક્ષાની સ્ટેમ 2.0નું આયોજન

લુણાવાડા,ગુજકોસ્ટના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષાની સાયન્સ ક્વિઝ STEM 2.0 તા.14-04-2023ના રોજ યોજાવા જઈ રહી છે, જે રાષ્ટ્રીય કક્ષાની સૌથી મોટી સાયન્સ ક્વિઝ છે. આ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન માધ્યમથી યોજાવાની છે.મહિસાગર જિલ્લાના ધોરણ 9 થી 12ના 35,000 કરતા વધારે વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધેલ છે, આ સ્પર્ધા ઓનલાઈન માધ્યમથી બપોરે 12 વાગ્યે તા.14 ના રોજ યોજાથે, જેના માટેની લિંક https://quizadmin.gujarat.gov.in/ પર રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓએ તેમના મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા લોગિન કરવાનું રહેશે. તાલુકાના શ્રેષ્ઠ 10 વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો મળશે તથા ટેલિસ્કોપ, રોબોટીક કીટ વગેરે ઇનામોથી સન્માનિત કરવામાં આવશે.

ગુજરાત સ્ટેમ ક્વિઝ એક એવી પ્રવૃતિ છે કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. આ પ્રવૃત્તીનું માળખું ઈન્ફોર્મલ સાયન્સને ધ્યાને લઈ ઘડવામાં આવ્યું છે. આ ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્ટેમ પ્રવૃતીઓ અંગેના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું ધ્યેય રહેલ છે.