ખાનપુર તાલુકાના બાકોર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હીરાભાઈ વણકર પોલીસ મથકમાં જામીન ફરીયાદ નોંધાયેલ હોય તેઓ અરજદાર કોર્ટમાં આગોતરા જામીન મેળવ્યા હતા જેની બાકોર પોલીસ એ અટકાયતમાંથી મુક્ત કર્યા હતો. તેઓ અરજદારને પોલીસ સ્ટેશન મથકમાં હસ્તાક્ષર અને ફિંગર પ્રિન્ટ ના રોજ નમુના લેવા માટે અવારનવાર બોલાવી પરેશાન કરતા હતા.
તેમજ તપાસની કાગળો ની ઝેરોક્ષ કરાવવાના બહાને 2500 રૂપિયા ની લાચ માંગણી કરી હતી આ બાબતે અરજદારોએ લુણાવાળા acb કચેરી નો સંપર્ક કર્યો હતો લાચ અંગેની ફરિયાદ નોંધાવવામાં એસીબી દ્વારા છટકું ગોઠવીને આજ રોજ બાકોર પોલીસ મથકની હેડ કોન્સ્ટેબલ હીરાભાઈ વણકરને 2500 રૂપિયા ની લાજ સાથે રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો હતો બાકોર પોલીસ મથકની હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ પકડાતાં પોલીસ સ્ટેશનમાં ફફડાટ મચી જવા પામ્યો હતો