કડાણા ડેમના સમારકામની આડમાં સરકાના 10 કરોડથી પણ વધુ રકમ પાણીમાં

ગુજરાત ના 8 જિલ્લાઓને પાણી પૂરું પાડતો રાજ્યનો બીજા નંબર નો ડેમ એટલે કડાણા ડેમ… જે મહીસાગર જિલ્લાની 2 લાખ ઉપરાંત હેક્ટર જમીનમાં પિયત માટે પાણી આપે છે તો અન્ય જિલ્લાઓમાં 11 લાખ હેક્ટર ઉપરાંત જમીન ને પાણી પિયત માટે પૂરું પાડે છે તો સાથે સાથે 8 જિલ્લાઓમાં સુજલામ સુફલામના માધ્યમ થી જળ સ્તર વધારવા માટે પણ ઉપયોગી છે આવા મહત્વના ડેમ પર સંકટ તોળાઈ રહ્યું છે આ ડેમ માથી ગઈ સાલ એક સાથે 10 લાખ કયુસેક થી વધુ પાણી એક સાથે છોડવાની ફરજ પડેલી અને એક વાર નહીં પણ લગભગ 7 થી વધુ વખત પાણી છોડવામાં આવેલું જેના કારણે પાયામાં મોટા પ્રમાણમા નુકશાન થયું હતું જેને સરકારી બાબુઓએ નાનો ખાડો પડ્યો તેમ ગણાવ્યું હતું આ નાનકડા ખાડાના સમારકામ માટે અંદાજે 3 કરોડ નું એસટીમેંટ મૂકવામાં આવ્યું જેની વહીવટી મંજૂરી મળી અને કામગીરી જૂન મહિનાના એન્ડ માં શરૂ કરવામાં આવ્યું ખરેખર જે કામ ઉનાળો શરૂ હોય જ્યારે જળ સ્તર નીચું હોય ત્યારે કરવાનું હોય છે પરંતુ વરસાદ ની સીજન માં કામ શરૂ કરવવામાં આવ્યું આ વર્ષે શરૂ કરાયેલા કામમાં હજી અધિકારીઓએ જણાવ્યા મુજબ હજી 20 ટકા કામ બાકી છે અને ડેમ ભરાઈ જતાં ફરી આ વર્ષે પણ 5 લાખની માત્રામાં પાણી છોડવામાં આવ્યું જેમાં સમારકામ માં વાપરવામાં આવેલી જાલીઓ હાડોડ તેમજ તાંતરોલી પુલ પર જોવા મળી તો આ બાંધકામ ધોવાયુ નહીં હોય તેની કોઈ ખાતરી નથી

કડાણા ડેમ ના પાયામાં એટલો મોટો ખાડો થયો કે જેમાં અધિકારીઓએ ના જણાવ્યા પ્રમાણે 70000 ઘન મીટર થી વધુ મોટા રબર ( મોટી કપચી ) તેમજ ગ્રેવલ વાપરવામાં આવી તો આ ખાડો કેટલો મોટો હશે વાત મળ્યા મુજબ મહીસાગર નદીનો મુખ્ય પ્રવાહ ડેમના નીચે થી શરૂ થઈ ગયો હતો કેમ કે પાણી કાઢવા માટે મોટા હેવી પમ્પ લગાવવામાં આવ્યા હતા છતાં પાણી ખાલી થવાનું નામ જ લેતું ના હતું એટ્લે અધિકારીઓ એ પાણી કાઢવાની જગ્યાએ હવે એ ખાડાને પુરવાનું નકકી કર્યું અને 3 કરોડ નું ટેન્ડર કરી નાખ્યું અને કોન્ટ્રાકટર ને કામગીરી શોપી દેવામાં આવી જેમાં 3500 થી વધુ ડમ્પર વપરાયા અને નદીના પટમાં થી જે ગ્રેવલ નાખી તે બીજા 4000 થી વધુ ડમ્પર વાપરવામાં આવ્યા તેમ છતાં આ ખાડો પુરવાનું કામ પૂર્ણ થયું નહોતું અને એવામાં ફરી પાણી છોડવામાં જેના કારણે મજબૂતી માટે વાપરવામાં આવેલી હેવી જાળીઓ પાણીમાં તણતી જોવા મળી તો અહિયાં સવાલ એ થાય છે કે મજબૂત પકડ રહે તે માટે ઉપયોગમાં લેવાયેલી જાળી જ જો તણાઇ ગઈ તો ખાડો પુરવામાં આવ્યો તે મટિરિયલ રહ્યું હશે ખરું ?? સ્થાનિકો અધિકારીઓએ મિલી ભગત કરી 3 કરોડ ના કામ ને વધારી 10 કરોડ નું કરવામાં આવ્યું અને 7 કરોડ તો કોન્ટ્રાકટર ને આપી પણ દીધા તેવો આક્ષેપ સાથે ચિંતા પણ વ્યકત કરી રહ્યા છે કે મચ્છુ ડેમની જેમ કડાણા ડેમ માં પણ હોનારત સર્જાશે તો નીચાણવાળા વિસ્તારના વસતા લોકો નું શું થશે અધિકારીઓ ને માત્ર ખિસ્સા ભરવામાં રસ છે ડેમ ને કઈ થશે તો એની જવાબદારી કોણ લેશે સરકાર , અધિકારીઓ કે કોન્ટ્રાકટર સ્થાનિકો આ ડેમમાં થયેલા કામની ઉચ્ચસ્તરિય તપાસની માંગ કરી રહ્યા છે

આ બાબતે જ્યારે અધિકારી ને પુછવામાં આવ્યું ત્યારે તેમણે પણ કબૂલ્યું કે સમારકામ માં અત્યાર સુધીમાં 7 કરોડ કોન્ટ્રાકટર ને ચૂકવી દેવામાં આયા તો સાથે સાથે એ પણ કબૂલ્યું કે કામ 20 ટકા હજી બાકી છે વળી જાળીઓ તણાઇ ગઈ તે પણ કબૂલ્યું તેમ છતાં જ્યારે પૂછ્યું કે સરકાર ના પૈસા તો પાણી માં ગયા ત્યારે જણાવે છે કે ના સરકારના પૈસા પાણીમાં નથી ગયા જ્યારે કામ હજી બાકી છે કામ પૂર્ણ થયું નથી કોન્ટ્રાકટર સમય મર્યાદામાં પૂર્ણ કર્યું નથી છતાં 7 કરોડ આપી દેવાયા તો સરકાર ના પૈસા કઈ રીતે ના ગયા ?? અધિકારી કોન્ટ્રાકટર નું ખેચતા જોવા મળ્યા કહે છે કે વરસાદ હતો એટ્લે અમે કામ પૂર્ણ નથી કરી શક્યા
જો વરસાદ ના કારણે કામ પૂર્ણ ન થઈ શક્યું હોય તો તો કામ ઉનાળાના સમય દરમ્યાન કેમ ચાલુ ન કરવામાં આવ્યું ?

Don`t copy text!