
વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની ગેરેન્ટી : લાભાર્થીઓના જીવનમાં બદલાવની અનુભૂતિથી પ્રેરિત થતા ગ્રામજનો
મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાએ ગ્રામજનોને યોજનાકીય લાભોનું મહત્વ સમજાવ્યું
કુશળ અને ઉધમી યુવાનો, ખુશહાલ અને સમૃદ્ધ ખેડૂતો, ગરીબ અને મધ્યમ પરિવારોના જીવનસ્તરને સુધારવા સહિત મહિલાઓને સશક્ત કરીને વિકસિત રાષ્ટ્રના નિર્માણ તરફ અગ્રેસર થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ધામણીયા ગામે પહોંચી હતી. ગ્રામજનોએ ઢોલ નગારા સાથે યાત્રાનું પરંપરાગત ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
ધામણીયા ગામે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ સ્પષ્ટ કરી સરકારની વિવિધ યોજનાઓનો લાભ નાગરિકો સરળતાથી કેવી રીતે મેળવી શકે અને પોતાના જીવનને સુદ્રઢ બનાવી શકે તેની વિસ્તૃતમાં સમજ આપી હતી. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાનુભાવોને હસ્તે ધામણીયા સરપંચ અરુણાકુંવરબાને અભિનંદન પત્ર તેમજ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ધામણીયા ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રસંગે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પોતાના જીવનમાં પરિવર્તન લાવનારા ગ્રામજનોએ મેરી કહાની, મેરી જુબાનીના માધ્યમથી પોતાની પ્રગતિની કથા પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી યોજનાની માહિતી અને વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નીહાળી હતી. સાથે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયેલા વિનામુલ્યે સારવાર કેમ્પનો ગામલોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. તેમજ આંગણવાડીની બહેનો દ્વારા મિલેટસમાંથી બનાવેલી વાનગીઓ, ફળ-શાકભાજી તેમજ હલકા ધાન્યની સમજ આપતા સ્ટોલ પરથી તેના મહત્વ અંગેની જાણકારી પુરી પાડી હતી.
કાર્યક્રમના પ્રારંભે કલાકારો દ્વારા ડાયરાના માધ્યમથી સરકારની અનેક યોજનાઓનો સંગીતમય શૈલીમાં સમજ આપતાં તેમને પણ સૌ ગામલોકોએ વધાવી લીધા હતા. શાળાની બાલિકાઓએ પ્રાર્થના સ્વાગત ગીત રજુ કર્યું હતું. શાળાના શિક્ષક દ્વારા બાળકોને ક્વીઝ સ્પર્ધા યોજી હતી. ‘ધરતી કરે પુકાર કે’ થીમ હેઠળ શારીરિક અને પ્રાકૃતિક સંપદાના જતન માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે સખી મંડળની બહેનો દ્વારા રજૂ કરાયેલા નુક્કડ નાટકને ગ્રામજનોએ નિહાળ્યું હતુ. કાર્યક્રમના અંતે ડ્રોન દ્વારા ખેતીમાં કેવી રીતે દવાનો છંટકાવ કરી શકાય તે માટે ઉપસ્થિત ધરતીપુત્રોએ માહિતી મેળવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી રાવજીભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભલવેન્દ્ર પટેલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ મીનાબેન ચાવડા, જિલ્લા પંચાયત સદસ્ય ભવાનભાઈ પટેલિયા, અગ્રણીઓ જશવંતભાઈ ડામોર, ભૂમિરાજસિંહ સોલંકી, મહાવીર સિંહ સોલંકી, ભલાભાઇ ચાવડા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી અરવિંદ પટેલ, પંચાયત વિસ્તરણ અધિકારી મહેશભાઈ, હાથીવન સરપંચ ભલાભાઇ, સી.આર.સી., હાથીવન, ધામણીયા, નવા ધામણીયા, હેલકલેડી પ્રા શાળાના આચાર્ય શિક્ષકો, તલાટી કમ મંત્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામ પંચાયતના સભ્યો, બહોળી સંખ્યામાં નાગરિકો, વિવિધ સરકારી વિભાગના અધિકારી-કર્મચારીઓ વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર વીરભદ્ર સિસોદિયા